Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભાજપ આગળ, મતગણતરી ચાલું...

Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ પાંચેય બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં છે. ખાસ કરીને વાત...
09:54 AM Jun 04, 2024 IST | VIMAL PRAJAPATI
Assembly by-elections Gujarat

Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ પાંચેય બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહીં છે. અહીં કોંગ્રેસનો પ્રચાર અસરકારક રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી. તમને જણાવી દઇએ કે, આ તમામ બેઠકો પર નેતાઓ આપેલા રાજીનામા બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

પહેલા રાઉન્ડણાં પાંચેય બેઠકોના આંકડા...

ખંભાતચિરાગ પટેલ 4449 મતમહેન્દ્ર પરમારને 3121 મત
ચિરાગ પટેલ 1328 મતોથી આગળ
વાઘોડિયાધર્મેન્દ્રસિંહ વાઘેલા 7405 મતકનુ ગોહિલ 2367 મત
ભાજપ 5038 વોટથી આગળ
વિજાપુરભાજપના ઉમેદવાર સી. જે. ચાવડા 566 મતેથી આગળ
પોરબંદરભાજપના ઉમેદવાર અર્જૂન મોઢવાડિયા 16,722 મત થી આગળ
માણાવદરભાજપના ઉમેદવાર અરવિંદ લાડણી 3700 મતથી આગળ

આ તમામ બેઠકો પર બીજેપી ચાલી રહી છે આગળ

નોંધનીય છે કે, Gujarat ની આ પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા ચાર અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. જેમાં અત્યારે મતગણતરી થઈ રહીં છે. અત્યારે મળતી જાણકારી પ્રમાણે આ તમામ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહી છે.

માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. આ સાથે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થઈ જવાનું!

વાગોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે જંગ જામેલો છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધી હતી, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. નોંધનીય છે કે, વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. પરંતુ આ બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થઈ જવાનું છે.

આ પણ વાંચો: Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ વાંચો:  Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે

આ પણ વાંચો:  Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

આ પણ વાંચો: Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

Tags :
assembly by-electionsAssembly by-elections GujaratASSEMBLY ELECTIONBijapur assembly seatCounting of votesFive Assembly Seats of GujaratGujaratGUJARAT ASSEMBLY SEATSKhambhat assembly seatManavdar assembly seatPorbandar assembly seatWaghodia assembly seat
Next Article