ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Red Alert: હીટવેવના લીધે અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ

Red Alert: ગુજરાતમાં અત્યારે હીટવેવ ચાલી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ અને...
08:41 AM May 24, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Red Alert in Ahmedabad and Gandhinagar

Red Alert: ગુજરાતમાં અત્યારે હીટવેવ ચાલી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રેડ એલર્ટ જાહેર કરાયું છે તો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 46.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે.

અમદાવાદમાં રેકોર્ડબ્રેક 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં રેકોર્ડબ્રેક 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ દેશનું 7મું અને ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. જેથી હવામાન વિભાગ દ્વારા હવામાન વિભાગે આગામી બે દિવસ રેડ એલર્ટ (Red Alert) આપ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 8 દિવસમાં 7 ડિગ્રી પારો ઉંચકાયો છે. એટલું જ નહીં પરંતુ સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં આગામી 6 દિવસ આકરી ગરમીની આગાહી પણ કરવામાં આવી છે.

અત્યારના સૌથી વધારે ગરમ શહેરો
અમદાવાદ46.6 ડિગ્રી
ગાંધીનગર46 ડિગ્રી
સુરેન્દ્રનગર45.9 ડિગ્રી
કંડલા45.5 ડિગ્રી
ડીસા45.4 ડિગ્રી
વડોદરા45 ડિગ્રી

સરકારી કર્મચારીઓને આવતા સપ્તાહમાં જાહેરરજા આપવા રજુઆત

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી એક સપ્તાહ સુધી ગરમી ઘટવાના કોઈ એંધાણ નથી. આ સાથે 29 તારીખે પણ 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે હીટવેવ જાહેર થયેલું છે. આ સાથે સરકારી કર્મચારીઓને આવતા સપ્તાહમાં જાહેરરજા આપવા રજુઆત કરવામાં આવી છે. રાજ્ય કર્મચારી મહામંડળના આગેવાનો દ્વારા CM અને CS ને પત્ર લખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જિલ્લા અને તાલુકા કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ હિટસ્ટ્રોક નો ભોગ બંને છે. કેટલીક કચેરીઓમાં કર્મચારીઓ માત્ર પંખાના સહારે કામ કરી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે તો કેટલીક કચેરીઓમાં ઠંડા પાણીની વ્યવસ્થા પણ નથી. જેથી જે દિવસે ઓરેન્જ કે રેડ એલર્ટ હોય તે દિવસે રજા આપવા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભીષણ ગરમી

આ પણ વાંચો: 102 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું REMAL

આ પણ વાંચો: Heat Wave Alert : રાજસ્થાનમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ! 49 ડિગ્રી પહોંચ્યું તાપમાન

Tags :
Gujarati Newsheat waveIMD red alertlatest newsRed AlertRed Alert in Ahmedabad =Red Alert in Ahmedabad and GandhinagarRed Alert in GujaratRed alertsVimal Prajapati