GT vs MI, Dream 11 Prediction: મુંબઈ અને ગુજરાતની મેચમાં 'SRH' પર સટ્ટો રમો એટલે પૈસા વસૂલ !
IPL 2023ની 35 નંબરની મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) નો સામનો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે થશે. આ મેચ અમદાવાદમાં રમાશે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાનો ઈરાદો ધોની જેવો જ રહેશે. પરંતુ, રોહિત શર્માની મુંબઈ સામે આ કામ એટલું સરળ નથી. ધોનીના ઇરાદાને અમલમાં મૂકવા માટે ગુજરાત માટે એ જરૂરી છે કે SRH પરફોર્મ કરે.
હવે તમે વિચારતા જ હશો કે મેચ ગુજરાત અને મુંબઈ વચ્ચે છે. તો પછી આમાં SRH ક્યાંથી આવ્યું? તેથી અહીં SRH નો અર્થ IPL ટીમ નથી પરંતુ ગુજરાત ટાઇટન્સના 3 ખેલાડીઓ છે. S નો અર્થ શુભમન ગિલ, R નો અર્થ રાશિદ ખાન અને H નો અર્થ હાર્દિક પંડ્યા. જો આજે ગુજરાતે જીતવું હોય તો આ ત્રણેય ખેલાડીઓનું પ્રદર્શન જરૂરી છે.
IPL માં GT vs MI
IPL 2023માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની આ પ્રથમ ટક્કર હશે. આ પહેલા પણ આઈપીએલની પીચ પર ગત સિઝનમાં બંને ટીમો માત્ર એક જ વખત ટકરાયા હતા. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે તે મેચ જીતી હતી. આવી સ્થિતિમાં હવે બીજી સ્પર્ધા ગુજરાત માટે હશે, જ્યાં સ્કોર સેટલ કરવાનો મોકો હશે તો બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ તેની લીડ વધારવા માટે મેદાને ઉતરશે.
IPL 2023 માં GT અને MI
IPL 2023માં અત્યાર સુધી રમાયેલી 6માંથી 4 મેચ જીતીને ગુજરાત પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. જ્યારે મુંબઈએ 6માંથી 3 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. મુંબઈની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ પણ હારી ગઈ છે. આવી સ્થિતિમાં ગુજરાત સામે શાનદાર રેકોર્ડ કર્યા બાદ પણ તેને અમદાવાદમાં હરાવવું તેના માટે આસાન નહીં હોય. અને, શુબમન, રાશિદ અને હાર્દિકે એકસાથે પરફોર્મ કર્યું તો તો ચોક્કસપણે નહીં.
શુભમન, રાશિદ અને હાર્દિક રમશે તો મુંબઈ ઈન્ડિયનની થશે હાર
હાર્દિક પંડ્યાએ એલએસજી સામેની છેલ્લી મેચમાં ગુજરાતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. હાર્દિકે ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ પોતાનું આ જ ફોર્મ જાળવી રાખવું પડશે. આ સિવાય શુભમન ગિલ યોગ્ય શરૂઆત કરાવવાની જવાબદારી સંભાળશે. જ્યારે રાશિદ ખાને બોલથી પોતાની ટીમનું કામ સરળ બનાવવું પડશે. જો આ ત્રણેય ખેલાડીઓ પોતપોતાની ક્ષમતા મુજબ રમે તો મુંબઈ સાથે સ્કોર સેટલ કરવાની સારી તક મળી શકે છે.
GT vs MI: સંભવિત પ્લેઇંગ XI
જ્યાં સુધી ડ્રીમ 11ની વાત છે, તમે ચોક્કસપણે SRH એટલે કે શુભમન, રાશિદ અને હાર્દિકને સ્થાન આપશો. આ સિવાય, તમે અન્ય કયા ખેલાડીઓને પસંદ કરી શકો છો તે જાણવા માટે, પહેલા બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવનને જુઓ.
મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, હૃતિક શોકીન, અર્જુન તેંડુલકર, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, તિલક વર્મા, રિલે મેરેડિથ
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, મોહિત શર્મા
GT vs MI : ડ્રીમ 11 PREDICTION
બંને ટીમોની સંભવિત ઈલેવન જોયા પછી, ચાલો હવે જોઈએ કે આ મેચનો ડ્રીમ 11 કેવી હોવો જોઈએ. અહીં સ્પર્ધા અમદાવાદમાં છે ત્યારે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે.
કીપર- રિદ્ધિમાન સાહા
બેટ્સમેન- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, ટિમ ડેવિડ, રોહિત શર્મા
ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), કેમેરોન ગ્રીન
બોલર- રાશિદ ખાન, મોહિત શર્મા, રિતિક શોકીન
આ પણ વાંચો - કુસ્તીબાજોના ધરણા વચ્ચે કુસ્તી સંઘની ચૂંટણી પર પ્રતિબંધ