Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Popcorn પર લાગશે 3 પ્રકારના GST, દેશમાં વેપારનો આંકડો જાણી રહેશો દંગ

GST કાઉન્સિલે પોપકોર્નને ત્રણ રીતે ટેક્સ સ્લેબમાં નાખ્યો છે. 5, 12 અને 18 ટકા. શું તમે વિચારી શકો છો કે પોપકોર્ન જેવી વસ્તુને જીએસટી હેઠળ લાવવાની શા માટે જરૂર પડી?
popcorn પર લાગશે 3 પ્રકારના gst  દેશમાં વેપારનો આંકડો જાણી રહેશો દંગ
Advertisement
  • વિશ્વમાં પોપકોર્ન (popcorn) બજાર 75 હજાર કરોડ રૂપિયાનું છે
  • ભારતમાં 1200 કરોડ રૂપિયા નજીક પોપકોર્નનું માર્કેટ
  • ભારતમાં પોપકોર્ન માર્કેટ ઝડપથી વધી રહ્યું છે

GST કાઉન્સિલે પોપકોર્ન (popcorn)ને ત્રણ રીતે ટેક્સ સ્લેબમાં નાખ્યો છે. 5, 12 અને 18 ટકા. શું તમે વિચારી શકો છો કે પોપકોર્ન જેવી વસ્તુને જીએસટી હેઠળ લાવવાની શા માટે જરૂર પડી? હકીકતમાં પોપકોર્નનું માર્કેટ ભારતમાં ઘણુ મોટું છે. એક અંદાજ મુજબ ભારતમાં 1200 કરોડ રૂપિયા નજીક પોપકોર્નનું માર્કેટ છે. જે વર્ષ 2030 સુધી 2600 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

વિશ્વમાં પોપકોર્ન બજાર 75 હજાર કરોડ રૂપિયાનું છે

એક રિપોર્ટ પ્રમાણે પોપકોર્ન (popcorn) માર્કેટમાં વર્ષ 2023થી 2024 સુધી 12 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળી શકે છે. ખાસ વાત તો એ છે કે વિશ્વમાં પોપકોર્ન બજાર 75 હજાર કરોડ રૂપિયાનું છે. હવે તમે સમજી શકો છો કે આખરે સરકાર માટે પોપકોર્નથી કમાવવું કેટલુ જરૂરી છે. તો ચાલો જાણીએ પોપકોર્નનું માર્કેટ કેવી રીતે જોવા મળે છે?

Advertisement

જાણો ભારતમાં પોપકોર્ન માર્કેટ વિશે

ભારતમાં પોપકોર્ન (popcorn) માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં તેની વૃદ્ધિ 10 ટકાથી વધુ જોવા મળી રહી છે. વર્ષ 2030 સુધીમાં 12 ટકાથી વધુ જોવા મળી શકે છે. આંકડા અનુસાર, વર્ષ 2023 સુધીમાં પોપકોર્નનું માર્કેટ 1,158 કરોડ રૂપિયા હતુ. જે હાલમાં રૂ.1,200 કરોડની આસપાસ જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં પોપકોર્ન માર્કેટ 2024થી 2030 સુધી 12.1 ટકાના દરે વધવાની ધારણા છે.

Advertisement

બજાર કેમ વધી રહ્યું છે પોપકોર્ન માર્કેટ

હકીકતમાં, દેશમાં પોપકોર્ન (popcorn)ના વધતા વપરાશનું મુખ્ય કારણ સામાન્ય લોકોનું મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોમાં જવાનું વલણ છે.બીજી તરફ ઘરમાં તેનો વપરાશ પણ નોંધપાત્ર રીતે વધી ગયો છે. ખાસ કરીને જ્યારે ઘરના બધા લોકો સાથે બેસીને ઘરમાં ફિલ્મ કે ક્રિકેટ મેચ જુએ છે. ડેટા પર નજર કરીએ તો, 2021 માં, રેડી-ટુ-ઈટ (RTE) પોપકોર્ન સૌથી વધુ આવક આપતી વસ્તુ હતી. જ્યારે માઇક્રોવેવ પોપકોર્ન સૌથી ઝડપથી વિકસતો સેગમેન્ટ હતો. જો આપણે વિક્રેતાઓ વિશે વાત કરીએ તો, ભારતનું મલ્ટિપ્લેક્સ PVR દરરોજ સરેરાશ 18,000 પોપકોર્ન ટબનું વેચાણ કરે છે. બનાકો ભારતમાં લગભગ 80 ટકા મલ્ટિપ્લેક્સને પોપકોર્નના દાણા સપ્લાય કરે છે.

આ પણ વાંચો: GST કાઉન્સિલની બેઠકમાં વીમા પર લેવાયો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ વધારવાની ભલામણ

વૈશ્વિક બજાર પણ નાનું નથી

બીજી તરફ વૈશ્વિક બજારની વાત કરીએ તો તે પણ નાનું નથી. એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024માં પોપકોર્ન (popcorn)નું માર્કેટ 8.80 અબજ ડોલર એટલે કે લગભગ 75 હજાર કરોડ રૂપિયાનું છે. જે વર્ષ 2029 સુધીમાં 14.89 અબજ ડોલર એટલે કે 1.26 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. વૈશ્વિક પોપકોર્ન માર્કેટ 2024થી 2029 સુધી 11.10 ટકા વધી શકે છે. પોપકોર્નનું સૌથી મોટું બજાર ઉત્તર અમેરિકા છે. જ્યારે સૌથી ઝડપથી વિકસતું બજાર એશિયા પેસિફિક છે. વૈશ્વિક સ્તરે પોપકોર્નના મોટા ખેલાડીઓમાં હર્શીઝ, પેપ્સિકો, પોપ વીવર, કોનઆગ્રા વગેરેનો સમાવેશ થાય છે.

સરકાર પોપકોર્નને ટેક્સ હેઠળ લાવી

GST કાઉન્સિલે પોપકોર્નને GST હેઠળ લાવ્યું છે. GST કાઉન્સિલે પોપકોર્ન (popcorn)ને સ્વાદ અનુસાર GSTના અલગ-અલગ સ્લેબમાં મૂક્યા છે. સામાન્ય મીઠું અને મસાલા સાથે તૈયાર કરાયેલ પોપકોર્ન, જે પેકેજ્ડ અને લેબલ કરેલી નથી તેના પર 5 ટકા જીએસટી લાગશે. જ્યારે પેકેજ્ડ અને લેબલ છે તેના પર GST દર 12 ટકા રહેશે. તેમજ ખાંડ જેવા કારામેલમાંથી તૈયાર કરાયેલા પોપકોર્નને 18 ટકા ટેક્સ સ્લેબ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: RBI એ આ બેંક અને ફાઈનાન્સ કંપની પર લગાવ્યો ભારે દંડ, આટલી રકમ ચૂકવવી પડશે

Tags :
Advertisement

Trending News

.

×