GST Council Meeting : હવે થિયેટરમાં જમવાનું થશે સસ્તું, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
GST કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ
મલ્ટીપ્લેક્સ ફૂડ પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કરાયો
ઓનલાઈન ગેમિંગ, કેસિનો પર હવે લાગશે 28%
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં GST કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો, ઘોડીસવારી પર 28 ટકા GST લગાડવાની મંજૂરી આપી દીધી છે. આને કારણે આ ત્રણ સેવાઓ મોંઘી બની જશે તો ફૂડ અને બેવરેજ પરના 18 ટકાના ટેક્સને ઘટાડીને 5 ટકા કરતાં મલ્ટીપ્લેક્સમાં ખાવાનું સસ્તું મળશે.
GST ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી
કાઉન્સિલે GST ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી આપી દીધી છે. GST ટ્રિબ્યુનલની રચના થવાથી કરદાતાઓને મોટી રાહત મળશે. ટ્રિબ્યુનલની રચના બાદ જીએસટીને લગતા વિવાદોનું સરળતાથી સમાધાન થઈ જશે.
કેન્સરની દવાઓ પર IGST ઝીરો
કાઉન્સિલે ઇમ્પોર્ટેડ કેન્સરની દવાઓ પર IGST ઝીરો કરવાનો પણ નિર્ણય લીધો છે જેને કારણે ટિનુટક્ઝિમેબની આયાતી દવા સસ્તી થઈ શકે છે. પહેલા તેની પર 12 ટકા IGST લાગતો હતો જે હવે ઘટાડીને ઝીરો કરાયો છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા છે.
ગેમિંગ-હોર્સ રેસિંગ-કેસિનો પર 28 ટકા જીએસટી
કાઉન્સિલે ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનો પર 28 ટકા GST લાગુ પાડવાનો નિર્ણય લીધો છે તે ઉપરાંત વાહનોના રજિસ્ટ્રેશન પર જીએસટીનો હિસ્સો પણ ગ્રાહક રાજ્યને આપવામાં આવશે.
સિનેમા હોલમાં ફૂડ અને બેવરેજ પરના ટેક્સમાં ઘટાડો
GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા અન્ય મહત્વના નિર્ણયોની વાત કરીએ તો સિનેમા હોલમાં ફૂડ અને બેવરેજ (ઠંડા પીણા) પરનો ટેક્સ ઘટાડીને 5 ટકા કરાયો છે જેને કારણે સિનેમાહોલમાં ફિલ્મપ્રેમીઓને ખાવા-પીવા માટે ખિસ્સા ઢીલા નહીં કરવા પડે.
માછલીના પેસ્ટ પરના જીએસટીમાં ઘટાડો
માછલીના પેસ્ટ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે, તેથી આ પેસ્ટ પણ સસ્તું મળશે
આપણ વાંચો -ISRO એ CHANDRAYAAN 3 નું લોન્ચ રિહર્સલ કર્યું પૂર્ણ, 14મીએ થશે લોન્ચ