Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GSHSEB: શિક્ષણ બોર્ડે જાહેર કર્યો બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ, આ તારીખ શરૂ થશે પરીક્ષાઓ

શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 27 ફેબ્રુઆરી 2025થી શરુ થશે બોર્ડની પરીક્ષા 13 માર્ચ 2025 સુધી ચાલશે બોર્ડની પરીક્ષા GSHSEB: વિદ્યાર્થીઓ આતુરતાનો અંત આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ...
gshseb  શિક્ષણ બોર્ડે જાહેર કર્યો બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ  આ તારીખ શરૂ થશે પરીક્ષાઓ
Advertisement
  1. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
  2. 27 ફેબ્રુઆરી 2025થી શરુ થશે બોર્ડની પરીક્ષા
  3. 13 માર્ચ 2025 સુધી ચાલશે બોર્ડની પરીક્ષા

GSHSEB: વિદ્યાર્થીઓ આતુરતાનો અંત આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે કે, 27 ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ જશે. નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરી 2025 થી લઈને 13 માર્ચ 2025 સુધી બોર્ડની પરીક્ષાઓ ચાલશે. મળતી જાણકારી પ્રમાણે GSHSEB બોર્ડે પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે. છેલ્લા ઘણાં સમયથી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યાં છે. જેથી તેમની આતુરતાનો અંત આવ્યો છે.

ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું સમયપત્રક
પરીક્ષાની તારીખવિષય અને કોડસમય
27/02/2025
ગુજરાતી (પ્રથમ ભાષા) (01)
10:00 AM to 01:15
હિન્દી (દ્વિતીય ભાષા) (02)
અંગ્રેજી (દ્વિતીય ભાષા) (03)
01/03/2025
સ્ટાન્ડન્ડ ગણિત(12)
બેઝિક ગણિત (18)
03/03/2025સામાજિક વિજ્ઞાન (10)
05/03/2025અંગ્રેજી (દ્વિતીય ભાષા) (16)
06/03/2025ગુજરાતી (દ્વિતીય ભાષા) ( 13)
08/03/2025વિજ્ઞાન (11)
11/03/2025
હિન્દી (દ્વિતીય ભાષા) 14
સંસ્કૃત (દ્વિતીય ભાષા) (17)

ધોરણ 10 ના બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ સુધી ચાલશે

પરીક્ષાની વિગતે વાત કરવામાં આવે તો, ધોરણ 10 ના બોર્ડની પરીક્ષા 27/02/2025 ને ગુરૂવારથી શરૂ થશે. આ સાથે ધોરણ 10 ના બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ સુધી ચાલશે. 27 ફેબ્રુઆરીએ પ્રથમ ભાષાના પેપરની પરીક્ષા છે. ત્યાર બાદ બીજું પેપર 1 લી માર્ચે સ્ટાન્ડન્ડ ગણિત/ બેઝિક ગણિતનું રહેશે. જાહેરાત પ્રમાણે ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. પ્રશ્નપત્રોનો સમય 10-00 થી 10-15 કલાક વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10-15 થી 13-15 કલાક ઉત્તરો લખવા માટેનો રહેશે.

Advertisement

Advertisement

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અત્યારે બોર્ડની પરીક્ષાના તૈયારીમાં લાગી ગયા છે. નોંધનીય છે કે, દરેક વિદ્યાર્થી સારામાં સારા માર્ક્સ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. હવે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. એટલે વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં પણ સરળતા રહેશે અને પોતાની તૈયારીનું સમયપત્રક બનાવીને તે પ્રમાણે મહેનત કરી શકશે.

વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક્ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા 2025 નો કાર્યક્રમ

આ પણ વાંચો: Vav assembly by-election: પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું - ‘પ્રયત્ન કરીશું’

Tags :
Advertisement

.

×