Botad વહિવટી તંત્રની ઘોર બેદરકારી! રસ્તે રઝળતા મળ્યા ઓરીજનલ આધારકાર્ડ, જવાબદાર કોણ?
Botad: બોટાદ વહિવટી તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે. બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં વોકળાના કાંઠે મોટી સંખ્યામાં ઓરીજનલ આધાર કાર્ડ નો જથ્થો તેમજ બેન્ક એકાઉન્ટ બુકો અને એટીએમ કાર્ડ રસ્તા પરથી મળી આવ્યાં છે. જેથી સ્થાનિકો એકઠા થયા અને તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર સહિત કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ઓરીજનલ ડોક્યુમેન્ટ રસ્તા પર મળી આવ્યા
વધારે વિગતે વાત કરવામાં આવે તો બોટાદ શહેરનાં શકિત પરા વિસ્તારમાં વોકળાના કાંઠે કોઈ મોટી સંખ્યામાં ઓરીજનલ આધારકાર્ડનો જથ્થો તેમજ બેન્ક એકાઉન્ટ પાસ બુકો અને એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવ્યા છે. જેથી સ્થાનિકોએ તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર સહિત તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
આટલો બધો આધાર કાર્ડનો જથ્થો કોણ ફેકી ગયું?
ઉલ્લેખનીય છે કે, શહેરમાં શક્તિપરા વિસ્તારમાં આધાર કાર્ડનો ઢગલો તેમજ બેન્ક એકાઉન્ટ પાસ બુકો અનેએટીએમ કાર્ડ રસ્તા પર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપરા વિસ્તારમાં દોડી આવ્યા હતા.અને તેમણે તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરીજનલ હોવાનું સામે આવ્યું છે. તેમજ બેન્ક એકાઉન્ટ પાસ બુકો પણ મળેલ સાથે નવા ઈસ્યુ કરેલા એટીએમ કાર્ડ તેમજ એલઆઈસીની બુકો પણ મળેલ છે. આટલો બધો આધાર કાર્ડનો જથ્થો કોણ ફેકી ગયું તે દિશામાં મામલતદારે તપાસ હાથ ધરી છે.
આધાર કાર્ડનો જથ્થો ફેકીં દેવાનું શુ કારણ છે?
બોટાદ શહેરમાં શક્તિપરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા બોટાદ વહિવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આટલો મોટોઆધાર કાર્ડનો ઓરીજનલ જથ્થો તેમજ બેન્ક પાસબુક અને એટીએમ કાર્ડ કોણ ફેકી ગયું તે એક મોટો સવાલ બનીને રહીં ગયો છે. ત્યારે કોણ ગુનેગાર છે અને આધાર કાર્ડનો જથ્થો ફેકીં દેવાનું શુ કારણ છે? તે તો તપાસ બાદ બહાર આવશે.