ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Greater Noida : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં નાસભાગ, કેટલાક લોકો થયા બેભાન

દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની (Dhirendra Shastri) કથામાં નાસભાગના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે કથામાં ઉમટેલી ભક્તોની ભારે ભીડ બેકાબૂ બની ગઈ હતી. આ નાસભાગ દરમિયાન...
08:11 PM Jul 12, 2023 IST | Hiren Dave

દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની (Dhirendra Shastri) કથામાં નાસભાગના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે કથામાં ઉમટેલી ભક્તોની ભારે ભીડ બેકાબૂ બની ગઈ હતી. આ નાસભાગ દરમિયાન અનેક લોકો બેભાન થઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકોને બહાર રાખેલા ખુલ્લા વાયરને કારણે વીજ કરંટ લાગ્યા હતા. સ્થિતિ એવી બની કે સ્થળ પર લોકોને મદદ કરવા માટે ઘણી એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી .

જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા
જણાવી દઈએ કે દિલ્હીમાં હનુમંત કથા બાદ હવે ગ્રેટર નોઈડામાં બાગેશ્વર ધામ સરકાર શ્રીમદ ભગવદ ગીતા કથા કરી રહી છે. બુધવારે જ્યારે દિવ્ય દરબાર શરૂ થયો ત્યારે તેમાં ભાગ લેવા માટે ધાર્યા કરતાં વધુ લોકો આવ્યા હતા, જેના કારણે સમગ્ર ખરાબ હતી. ભક્તગણ વઘી જતા, દરબારમાં જોડાયેલા ભક્તો પરેશાન થઈ ગયા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં લગભગ 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, ઘણા લોકો ઓક્સિજનના અભાવને કારણે બેહોશ થઈ ગયા અને ત્યાં પડી ગયા હતા. બેરિકેડિંગ તોડીને પણ કેટલાક લોકો આગળ વધ્યા હતા, જોકે પોલીસે સ્થળ પર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

 

દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી
આ પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત હનુમંત કથામાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે પણ સ્થિતિ એવી હતી કે 11 વાગ્યા પહેલા જ આખું સ્થળ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું અને લાખોની સંખ્યામાં લોકો સ્થળની બહાર બનાવેલા પ્રવેશદ્વાર સહિત સ્થળની આસપાસ ઉભા હતા. નાસભાગની સ્થિતિ જોઈને આયોજકોએ ભક્તોને અપીલ કરવી પડી કે તેઓ બધા ઘરે બેસીને ટીવી પર કથા સાંભળો. પંડાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં ન આવો.

લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા
મળતી માહિતી મુજબ, દિલ્હીમાં કથા સ્થળ પર માત્ર 70 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા હતી, પરંતુ તેમાં ભાગ લેવા માટે લાખો લોકો રામલીલા મેદાન પહોંચ્યા હતા. કથા સ્થળે હાજર ભીડને સુરક્ષાકર્મીઓ પણ સંભાળી શક્યા ન હતા. જોકે બાબાના ભક્તો પર આની કોઈ અસર થઈ ન હતી. કથામાં ભક્તોની ભીડ સતત વધતી રહી. આ પહેલા પટનામાં યોજાયેલા કાર્યક્રમમાં પણ કથાના પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં 10 લાખથી વધુ લોકો સ્થળ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો - CPI INFLATION : શાકભાજીની વધી રહેલી કિંમતોના લીધે મોંઘવારી દર 3 મહિનાના સર્વોચ્ચ સ્તરે

Tags :
Bageshwar DhamDhirendra Krishna ShastriDhirendra Shastri KathaGreater NoidaPandit Dhirendra Shastri
Next Article