ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીનું અબુ ધાબીમાં ભવ્ય સ્વાગત, તિરંગાના રંગમાં રંગાયુ Burj Khalifa, Video

PM મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે શનિવારે તેમની એક દિવસીય મુલાકાતે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચ્યા છે. અહીં તેઓ UAE ની રાજધાની અબુ ધાબીમાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીનું વિમાન થોડા સમય પહેલા અબુ ધાબી એરપોર્ટ પર...
12:34 PM Jul 15, 2023 IST | Hardik Shah

PM મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે શનિવારે તેમની એક દિવસીય મુલાકાતે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચ્યા છે. અહીં તેઓ UAE ની રાજધાની અબુ ધાબીમાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીનું વિમાન થોડા સમય પહેલા અબુ ધાબી એરપોર્ટ પર લેન્ડ થયું છે. એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરતા જ PM મોદીનું શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીની UAE ની આ પાંચમી મુલાકાત

અબુ ધાબીમાં PM મોદીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. PM બન્યા બાદ વડાપ્રધાન મોદીની UAE ની આ પાંચમી મુલાકાત છે. 2019 માં, તેમને સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઝાયદથી નવાજવામાં આવ્યા હતા. અબુ ધાબી પહોંચ્યાના થોડા સમય બાદ વડાપ્રધાન મોદી UAE ના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Khaled bin Mohammed bin Zayed Al Nahyan) ને મળ્યા હતા. આજે PM મોદી UAE ના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સના પિતા શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) ને પણ મળશે. બંને દેશોના નેતાઓ વચ્ચેની આ મુલાકાત પહેલાથી જ નક્કી હતી અને બંને દેશોની દૃષ્ટિએ તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ભારતના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન મોદીની UAE ની મુલાકાત પર કહ્યું કે, "ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. અને વડાપ્રધાનની મુલાકાત ઊર્જા, શિક્ષણ, આરોગ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા, ફિનટેક, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેને આગળ લઇ જવાના રસ્તાઓની ઓળખ કરવાની તક હશે."

તિરંગામાં રંગાયો બુર્જ ખલીફા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાતની સત્તાવાર મુલાકાત પહેલાં 14 જુલાઈના રોજ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને ભારતીય રાષ્ટ્રધ્વજના રંગોમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ લાઈટ શો બંને દેશો વચ્ચેની સદ્ભાવના અને મિત્રતાનું પ્રતિક છે. બુર્જ ખલીફાએ સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં 828 મીટર (2,717 ફૂટ) ઉંચી ગગનચુંબી ઈમારત છે. તે વિશ્વની સૌથી ઉંચી ઇમારત છે અને દુબઇમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ પ્રવાસી આકર્ષણ છે. લાઈટ શો દરમિયાન આખા દુબઈમાંથી આપણો ત્રિરંગો દેખાતો હતો.

આ પણ વાંચો - PM મોદીનું ભારતીય સમુદાયને આઈકોનિક લા સીન મ્યુઝિકલ ખાતે સંબોધન

આ પણ વાંચો - PM Modi UAE Visit: PM મોદી ફ્રાંસની મુલાકાત પૂરી કરીને UAE જવા રવાના, આજે રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Abu DhabiNarendra Modipm modiPM Modi in UAEprime minister of indiaPrime Minister Of India Narendra ModiSheikh Mohamed bin Zayed Al Nahyan
Next Article