Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Tiranga Yatra : સુરતના ઉધનામાં તિરંગા યાત્રા, C.R Paatil કરાવ્યો શુભારંભ

સુરતમાં આજે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજારથી વધુ લોકો જોડાયા છે. ઉધનાથી તિરંગાયાત્રા શરૂ કરવામાં આવી હતી. તેમાં ‘હર ઘર તિરંગા' પદયાત્રાનું આયોજન થતા ઉધના GSRTC બસ સ્ટેશનથી યાત્રા નીકળી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને...

સુરતમાં આજે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજારથી વધુ લોકો જોડાયા છે. ઉધનાથી તિરંગાયાત્રા શરૂ કરવામાં આવી હતી. તેમાં ‘હર ઘર તિરંગા' પદયાત્રાનું આયોજન થતા ઉધના GSRTC બસ સ્ટેશનથી યાત્રા નીકળી હતી.

Advertisement

Image

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પદ યાત્રામાં જોડાયા

Advertisement

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પદ યાત્રામાં જોડાયા હતા. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો બાળકો અને મહિલાઓ જોવા મળ્યા હતા. સુરતની આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારના બે મંત્રી, મેયર સહિત અનેક મહાનુભવો તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Image

Advertisement

હજારો યુવાનો ભારત માતાકી જયના નારા સાથે જોડાયા

સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના વિસ્તારમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા નીકળે તે પહેલા જ શહેરના અનેક બાળકો અને યુવાનો યાત્રા સ્થળે ભેગા થઈ ગયા હતા. હાથમાં તિરંગા સાથે હજારો યુવાનો ભારત માતાકી જયના નારા સાથે જોડાતા દેશભક્તિનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

આ પણ  વાંચો-દહેગામ તાલુકાના કંથારપુર ખાતે ભૂતળમાં ૨૨ ફૂટ ઉંડે ધ્યાન યોગ કેન્દ્રનું નિર્માણ થશે

Tags :
Advertisement

.