ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોટો નિર્ણય! આ VIP નેતાઓને મળશે હવે આ સુરક્ષા, સરકારે કર્યા મોટા ફેરફારો

દેશના દિગ્ગજ નેતાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફેરફારો કેન્દ્ર સરકારે નેતાઓની સુરક્ષાને લઈને કર્યો મોટો નિર્ણય NSG ને VIP સુરક્ષામાંથી સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લેવાયો નવ VIP લોકોની સુરક્ષાની જવાબદારી CRPF સોંપવામાં આવી દેશના દિગ્ગજ નેતાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારે...
08:03 PM Oct 16, 2024 IST | Dhruv Parmar
  1. દેશના દિગ્ગજ નેતાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફેરફારો
  2. કેન્દ્ર સરકારે નેતાઓની સુરક્ષાને લઈને કર્યો મોટો નિર્ણય
  3. NSG ને VIP સુરક્ષામાંથી સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લેવાયો
  4. નવ VIP લોકોની સુરક્ષાની જવાબદારી CRPF સોંપવામાં આવી

દેશના દિગ્ગજ નેતાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે NSG ને VIP સુરક્ષામાંથી સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લીધો છે. માહિતી અનુસાર, સરકારે થોડા મહિનામાં નવ અત્યંત જોખમી VIP લોકોની સુરક્ષાની જવાબદારી CRPF ને સોંપવાનો આદેશ આપ્યો છે. આ 9 VIP લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓના નામ છે.

CRPF ને જવાબદારી સોંપવામાં આવશે...

ગૃહ મંત્રાલયના સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જે VIP ની સુરક્ષા હેઠળ NSG તૈનાત છે તેમની સુરક્ષા માટે હવે CRPF તૈનાત કરવામાં આવશે. VIP ની સુરક્ષા NSG તરફથી CRPF ને તબક્કાવાર સોંપવામાં આવશે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ફેરફાર લગભગ 2 મહિનામાં પૂર્ણ થશે.

આ પણ વાંચો : Bhopal માં જુનિયર ઓડિટરના ઘરમાંથી મળ્યો 'કુબેરનો ખજાનો', અધિકારીઓ પણ ચોંક્યા

NSG આ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેશે...

નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના 'બ્લેક કેટ' કમાન્ડો દ્વારા સુરક્ષિત કરાયેલા નવ 'Z Plus' સ્તરના VIPs માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, BSP પ્રમુખ માયાવતી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય શિપિંગ મંત્રીનો સમાવેશ થાય છે. સર્બાનંદ સોનોવાલ, છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહ, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદ, નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ. હવે તેમની સુરક્ષા CRPFને આપવામાં આવશે.

આ પણ વાંચો : દુશ્મનીની ધરતી પર 24 કલાક રોકાયા Jaishankar, ભારત પરત આવતા જ કહી આ મોટી વાત...

CRPF ને બટાલિયન ઉમેરવા સૂચના...

PTI ના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે CRPF ની VIP સુરક્ષામાં વિશેષ પ્રશિક્ષિત સૈનિકોની નવી બટાલિયનને જોડવાની પણ મંજૂરી આપી છે. હાલમાં CRPF પાસે 6 VIP સુરક્ષા બટાલિયન છે. મળતી જાણકારી અનુસાર, આ બટાલિયનને તાજેતરમાં સંસદની સુરક્ષામાંથી હટાવી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે સંસદની સુરક્ષામાં ક્ષતિ બાદ સંસદની સુરક્ષા CRPF પાસેથી CISF ને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : Jammu and Kashmir માં એક્શન શરૂ, ઓમર અબ્દુલ્લાએ તાબડતોડ લીધા આ નિર્ણયો...

Tags :
chandrababu naidu nsgcm yogi nsg securityGujarati NewsIndialal krishna advani nsgNationalnsg securitynsg security removedRAJNATH SINGH NSG
Next Article