Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Google એ ભારતીયો માટે લોન્ચ કર્યું AI Search Tool, જાણો કેવી રીતે કરશે કામ

Google એકવાર ફરી ભારતીયો માટે સારા સમાચાર લઇને આવ્યું છે. Ai Chatbot લોન્ચ કર્યા બાદ હવે Google એ એક નવું ટૂલ રજૂ કર્યું છે. જણાવી દઇએ કે, Google એ ભારતમાં તેનું AI Search Tool લોન્ચ કર્યું છે. Google એ ભારત...
03:55 PM Aug 31, 2023 IST | Hardik Shah

Google એકવાર ફરી ભારતીયો માટે સારા સમાચાર લઇને આવ્યું છે. Ai Chatbot લોન્ચ કર્યા બાદ હવે Google એ એક નવું ટૂલ રજૂ કર્યું છે. જણાવી દઇએ કે, Google એ ભારતમાં તેનું AI Search Tool લોન્ચ કર્યું છે. Google એ ભારત અને જાપાનમાં તેના Users માટે સર્ચ ટૂલમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રજૂ કર્યું છે જે સમરીની સાથે પ્રોમ્પ્ટમાં ટેક્સ્ટ અથવા વિઝ્યુઅલ પરિણામો બતાવશે. ગૂગલે તેને SGE એટલે કે સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે નવા ફીચરનો ઉપયોગ ક્રોમ ડેસ્કટોપ અને એન્ડ્રોઇડ અને iOS પર ગૂગલ એપના લેટેસ્ટ વર્ઝન દ્વારા કરી શકાય છે.

ગૂગલનું નવું AI સર્ચ ટૂલ શું છે?

ગૂગલનું નવું AI Search Tool ચેટબોટ Bard થી ઘણું અલગ છે. Google Bard માં, માહિતી ફક્ત ટેક્સ્ટ દ્વારા જ લઈ શકાય છે, પરંતુ નવા AI ટૂલની મદદથી વીડિયો અને ફોટા પણ જોવા મળશે. આ યુઝર્સને નવો અનુભવ આપશે. Google SGE AI થી કોઈપણ પ્રશ્ન પૂછવો અને જવાબ મેળવવો સરળ રહેશે. લોકોને વીડિયો અને ફોટો દ્વારા સમજવામાં ખૂબ જ સરળતા રહેશે.

SGE માં પૂરા આપવામાં આવ્યા છે ઘણા ટૂલ્સ

મે મહિનામાં Google I/O ડેવલપર કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે SGE એ Google સર્ચમાં વાતચીતનો મોડ રજૂ કર્યો છે. જેમાં, Users કોઈપણ વિષય પર Google ને પ્રશ્નો પૂછી શકે છે અને AI ચેટબોટ જેવા જવાબો મેળવી શકે છે. કંપનીએ સ્થાનિક માહિતી, મુસાફરી સલાહ, સારાંશ, વ્યાખ્યાઓ અને કોડિંગ સંબંધિત પ્રશ્નોમાં મદદ માટે વીડિયો અને ઇમેજ સપોર્ટ સાથે Google સર્ચમાં નવા સાધનો ઉમેર્યા છે.

આ ભાષાઓમાં માહિતી મેળવી શકો છો

ભારતીય યુઝર્સ માત્ર અંગ્રેજીમાં જ નહીં પરંતુ હિન્દીમાં પણ Google AI સર્ચ ટૂલનો ઉપયોગ કરી શકે છે. હિન્દી વિકલ્પને કારણે, આ ટૂલ મહત્તમ લોકો સુધી પહોંચી શકે છે. ધીમે ધીમે તેમાં વધુ પ્રાદેશિક ભાષાઓ ઉમેરી શકાય છે. બીજી તરફ, જાપાનના Users માટે, તે અંગ્રેજી અને જાપાનની ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યું છે. ટાઈપ કરવા સિવાય તમે બોલીને પણ માહિતી મેળવી શકો છો.

આ રીતે ઉપયોગ કરો

Google નું SGE ટૂલ વાપરવા માટે ખૂબ જ સરળ છે. આ માટે સૌથી પહેલા ગૂગલ એપ ઓપન કરો અને તેમાં SGE સર્ચ કરો. એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ AI સર્ચ ટૂલ વડે, તમે કોઈપણ વિષય પર ઈન્ટ્રોડક્શન વીડિયો, ક્રિએટીવ ફોટા, કોડિંગ, સારાંશ મેળવી શકો છો. આ માટે, તમે ચેટબોટની જેમ AI વોઈસથી કમાન્ડ આપીને જવાબ લઇ શકો છો.

આ પણ વાંચો - Android Users માટે આવ્યા Good News, માત્ર આટલું કરો અને…

આ પણ વાંચો - WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, શું તમને ખબર છે ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AI Search ToolgoogleGoogle AI Search ToolGoogle Launch Ai Search ToolSearch Generative ExperienceSGE
Next Article