Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનું ખરીદવા માંગતા લોકો માટે આવ્યા Good News, કિંમતમાં થયો ઘટાડો

જો તમે આ દિવસોમાં સોનું ખરીદવા માંગો છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે, કારણ કે તેની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો તમે લાંબા સમયથી સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો તમારા માટે આ...
સોનું ખરીદવા માંગતા લોકો માટે આવ્યા good news  કિંમતમાં થયો ઘટાડો

જો તમે આ દિવસોમાં સોનું ખરીદવા માંગો છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે, કારણ કે તેની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો તમે લાંબા સમયથી સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો તમારા માટે આ સારો સમય છે. આપણા દેશમાં મોટાભાગના લોકો સોના અને ચાંદીના દાગીના ખૂબ જ પહેરે છે, પરંતુ તેમાંથી કેટલાક તેની કિંમત ઘટવાની રાહ જોતા હોય છે.

Advertisement

9 ઓગસ્ટ મુજબ સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો ?

સોના-ચાંદીના ઘરેણા ભારતમાં ખૂબ જ પહેરવામાં આવે છે. વળી દેશના ઘણા લોકો તેને ભેટ રૂપે પણ આપતા હોય છે ત્યારે જો કિંમતમાં ઘટાડો થાય છે તો તે તેમના માટે એક મોટી ખુશીનું કારણ બની શકે છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જણાવી દઇએ કે, આ પછી સોનું ઘટીને 59,137 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 70,127 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. જો બુધવારે, આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસની વાત કરીએ તો, સોનું (ગોલ્ડ પ્રાઇસ અપડેટ) 201 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું અને 59,137 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયું. જ્યારે તે પહેલા મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 11 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈને 59338 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

Advertisement

સોના-ચાંદીના ભાવમાં સતત થઇ રહ્યો છે ઘટાડો

બુધવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. બુધવારે ચાંદી 924 રૂપિયા સસ્તી થઈ અને 70,127 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. આ પહેલા મંગળવારે ચાંદીનો ભાવ 797 રૂપિયા ઘટીને 71,051 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આનાથી ચાંદી ખરીદનારા ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. આ પછી બુધવારે 24 કેરેટ સોનું 59,137 રૂપિયા, 23 કેરેટ 58,901 રૂપિયા, 22 કેરેટ 54,169 રૂપિયા, 18 કેરેટ 44,352 રૂપિયા અને 14 કેરેટ 34,595 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું. જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજારના સોના અને ચાંદીના દરો કરમુક્ત છે, તેથી દેશના બજારોના દરો વચ્ચે તફાવત છે.

Advertisement

આ પણ વાંચો - સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે એક મોટી ભેટ, કેન્દ્ર સરકાર લઇ શકે છે આ નિર્ણય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.