Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ન્યૂયોર્કમાં વસતા ભારતીઓ માટે Good News, હવે શહેરની શાળાઓમાં પણ દિવાળીની રહેશે રજા

અમેરિકાના ન્યૂયોર્ક (NewYork) માં વસતા વિદેશી ભારતીયોની સંસ્કૃતિને મહત્વ આપતાં અહીંના પ્રશાસને દિવાળીને શાળાઓની જાહેર રજાઓની યાદીમાં સામેલ કરી છે. મેયર એરિક એડમ્સે સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શહેરમાં દક્ષિણ એશિયન અને ભારતીય કેરેબિયન સમુદાયના કદને ધ્યાનમાં...
08:07 AM Jun 27, 2023 IST | Hardik Shah

અમેરિકાના ન્યૂયોર્ક (NewYork) માં વસતા વિદેશી ભારતીયોની સંસ્કૃતિને મહત્વ આપતાં અહીંના પ્રશાસને દિવાળીને શાળાઓની જાહેર રજાઓની યાદીમાં સામેલ કરી છે. મેયર એરિક એડમ્સે સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શહેરમાં દક્ષિણ એશિયન અને ભારતીય કેરેબિયન સમુદાયના કદને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ વર્ષે દિવાળી રવિવાર પર આવી રહી છે. જણાવી દઇએ કે, લગભગ 600,000 ન્યૂ યોર્કવાસીઓ દર પાનખરમાં દિવાળી ઉજવે છે. NewYork ના હજારો રહેવાસીઓ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે.

હવે ન્યૂયોર્કની શાળાઓમાં પણ દિવાળીની રહેશે રજા

આ બિલની આગેવાની એસેમ્બલી વુમન જેનિફર રાજકુમાર (ડી-વુડસાઇડ) દ્વારા કરવામાં આવી હતી, જે અલ્બાનીમાં ઓફિસ માટે ચૂંટાયેલા પ્રથમ હિન્દુ અને ભારતીય-અમેરિકન અને મેયરના સૌથી મોટા સહયોગી હતા. મેયર એરિક એડમ્સે આ નિર્ણયને સ્થાનિક પરિવારો માટે નોંધપાત્ર વિજય ગણાવ્યો હતો. મેયરે ટ્વીટ કર્યું, "દિવાળીને શાળાની રજા બનાવવાની લડાઈમાં એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર અને સમુદાયના નેતાઓ સાથે ઉભા રહીને મને ખૂબ જ ગર્વ છે. મને ખબર છે કે તે વર્ષની શરૂઆતમાં જ છે. તેમ છતા દિવાળીની શુભકામનાઓ." મેયરે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે ગવર્નર કેથી હોચુલ બિલ પર હસ્તાક્ષર કરશે. આ નિર્ણય પર હજુ ગવર્નર કેથી હોચુલ દ્વારા કાયદામાં હસ્તાક્ષર કરવાના બાકી છે. નવી રજા શાળા હોલીડે કેલેન્ડર પર "બ્રુકલિન-ક્વીન્સ ડે"નું સ્થાન લેશે.

ન્યૂયોર્કમાં અન્ય રજાઓ

ન્યૂયોર્ક સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરંપરાગત રીતે અન્ય ધાર્મિક રજાઓ ધરાવે છે જેમ કે રોશ હશાના, યોમ કિપ્પુર, ક્રિસમસ, ગુડ ફ્રાઈડે અને એડ અલ-ફિતર, અને મોટાભાગના પાસઓવર સામાન્ય રીતે વસંત રજાઓ સાથે એકરુપ હોય છે. લુનર ન્યૂ યર વેટરન્સ ડે અને ઇલેક્શન ડે પણ મનાવવામાં આવે છે, પરંતુ જો કોઈ નોન-ફેડરલ રજાઓ સપ્તાહના અંતે આવે તો રજા આપવામાં આવતી નથી, કારણ કે આ વર્ષે દિવાળીનો પહેલો દિવસ 12 નવેમ્બર હશે.

હવે અમે કહી શકીએ કે ન્યૂયોર્ક દરેક માટે બનાવવાં આવ્યું : મેયર એરિક એડમ્સ

આ જાહેરાત બાદ, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી વુમન જેનિફર રાજકુમારે ટ્વીટ કર્યું, "મેં આજે સિટી હોલમાં મેયર એરિક એડમ્સ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મેયર એરિક એડમ્સ સાથે દિવાળીને શાળાની રજા બનાવવાની લડાઈનું નેતૃત્વ કરવા અને જીતવા બદલ હું સન્માનિત છું." એડમ્સે કહ્યું, "હવે અમે કહી શકીએ કે ન્યૂયોર્ક દરેક માટે બનાવવામાં આવ્યું છે. તમે ક્યાંથી આવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી." આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે, તેથી 2024 માં પ્રથમ વખત શાળામાંથી એક દિવસની રજા રહેશે.

આ પણ વાંચો - GUJARATFIRST@US : ‘દુનિયાના કોઇ દેશ પાસે આવા વડાપ્રધાન નથી’, PM મોદી પર અમેરિકામાં વસતા ભારતીયો આફ્રિન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmericaDiwaliDiwali HolidayDiwali holiday in newyorkNew York SchoolsNewYorknewyork cityUSA
Next Article