Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૃહિણીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો

ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે. પરંતુ આ વખતે ઉનાળામાં લીલા શાકભાજીની આવક સારી થઇ છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં ઘડાડો જોવા મળ્યો છે. લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 20 સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે. વેપારીના...
ગૃહિણીઓ માટે સારા સમાચાર  ઉનાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો

ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે. પરંતુ આ વખતે ઉનાળામાં લીલા શાકભાજીની આવક સારી થઇ છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં ઘડાડો જોવા મળ્યો છે. લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 20 સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે. વેપારીના મતે આ વર્ષે ઉનાળામાં પણ શાકભાજીની આવક વધુ છે. રિટેઇલમાં ભીંડા, રવૈયા, ચોળી, ગવાર, પાપડી, ટામેટા, દેશી કાકડી, કોબીજ સહિતના ભાવોમાં કિલોએ રૂ. 5થી 20 સુધીનો ઘટાડો થયો છે.

Advertisement

ઉનાળામાં પાકનું ઉત્પાદન ઓછું થતું હોય અને બજારમાં માંગ વધુ હોય ઉનાળામાં શાકભાજીના ભાવ વધી જતાં હોય છે અને શિયાળાની સિઝન આવતાં જ ભાવ ઘટવા લાગતા હોય છે. પરંતુ આ વખતે વાતાવારણમાં અનિયમિતતા રહેતા ઉનાળામાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી કાળઝાળ ગરમી પડી નથી અને એક પછી એક માવઠું થઇ રહ્યું છે. આ માવઠાને લઈ શાકભાજીનું ઉત્પાદન વધુ થયું છે. જેને લઇને બજારમાં શાકભાજીનો જથ્થો મોટી સંખ્યામાં આવતા આ વર્ષે શિયાળા જેવો ભાવ ઉનાળામાં જોવા મળી રહ્યો છે.

Advertisement

તો બીજી બાજુ ખાંડમાં કિલોએ રૂ.2 વધારો થઈ ગયો છે. ચાની કીટલી પર વપરાતી ખાંડ 38 રૂપિયા કિલોમાં મળતી હતી જેના ભાવ હાલમાં કિલોના રૂપિયા 42 થઈ ગયા છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીની ખાંડ પહેલા રૂ.46 કિલો મળતી હતી તે અત્યારે રૂ.52 કિલો મળે છે. જો કે, બ્રાન્ડેડ ખાંડની પેકેટ ઉપર પાંચ કિલોના ભાવ રૂ.320 દર્શાવતા હોય છે.

Advertisement

આ પણ વાંચો : પશ્ચિમ કચ્છ પોલીસે હેલમેટ પહેરવા લોકોને પ્રોત્સાહન આપવા પહેલા ખુદ પોતાના માટે જ બનાવ્યો આ નિયમ

Tags :
Advertisement

.