Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal:શિવરાજગઢ ગામે મકાનનો કાટમાળ પડતા મહિલાનું મોત

મકાનનો કાટમાળ પડતાં મહિલાનું મોત મૃતક મહિલાને pm માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ મહિલા ક્યાં ગામની ક્યાં કામ માટે આવીતે પોલીસ તપાસ ચાલુ Gondal:ગોંડલના(Gondal)શિવરાજગઢ ગામે (Shivrajgarh village)ખેતીવાડી વિસ્તારમાં આવેલ એક કાચા મકાનનો નળિયાં સહિતનો કાટમાળ (House Collapse) પડતા એક...
gondal શિવરાજગઢ ગામે મકાનનો કાટમાળ પડતા મહિલાનું મોત
  • મકાનનો કાટમાળ પડતાં મહિલાનું મોત
  • મૃતક મહિલાને pm માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ
  • મહિલા ક્યાં ગામની ક્યાં કામ માટે આવીતે પોલીસ તપાસ ચાલુ

Gondal:ગોંડલના(Gondal)શિવરાજગઢ ગામે (Shivrajgarh village)ખેતીવાડી વિસ્તારમાં આવેલ એક કાચા મકાનનો નળિયાં સહિતનો કાટમાળ (House Collapse) પડતા એક મહિલાનું મોત અને અન્ય એક વ્યક્તિને ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક મહિલા કોણ અને શિવરાજગઢ ક્યાં કામ માટે આવી હતી તેને લઈને તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ગોંડલ પંથકમાં દુર્ધટના

ગોંડલ (Gondal) પંથકમાં વારંવાર અજીબો ઘટના બનતી જોવા મળે છે ત્યારે તાલુકાના શિવરાજગઢ ગામે પાટડી વિસ્તાર માં આવેલ જેન્તીભાઈ ઉર્ફે  બાબુભાઇ ઠૂંમરની વાડીમાં એક નળિયા વાળું કાચું મકાન આવેલ છે તે મકાનમાં દીવાલ ધરાશાહી થતા નળિયાં સહિતનો કાટમાળ પડ્યો હોવાની ઘટના સામે આવી છે કાટમાળ પડતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. જ્યારે વાડી માલિક જેન્તી ઉર્ફે જેનાને ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતક મહિલાના મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -AMC Corruption : વોર્ડ ઈન્સ્પેક્ટર 9 હજાર લેતા પકડાયો,એક મહિનામાં AMCના બે લાંચિયા બાબુ ગિરફ્તમાં

મૃતક મહિલાના પરિવારજનોને જાણકારી

સૂત્રો અનુસાર જાણવા મળી આવ્યું કે મૃતક યુવતી અને વાડી માલિક મકાન અંદર અંગત પળો માણતા હતા કાટમાળ પડ્યા પહેલા યુવાનો, અને વડીલોએ અંગત પળો માણી ચુક્યા હતા. મૃતક મહિલા હાલ રાજકોટ રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે મૃતક મહિલા પાસે મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે મોબાઈલ ફોનથી પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. મૃતક મહિલાના પરિવારજનોને તાલુકા પોલીસે મહારાષ્ટ્રમાં સંપર્ક કરી જાણ કરી છે. પરીવારજનો આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

આ પણ  વાંચો -Dabhoi: પૂરથી અસરગ્રસ્ત લોકોને કેશડોલ પ્રક્રિયાનો પ્રારંભ

પોલીસે વધુ તપાસ  હાથ ધરી

આવતીકાલે પરિવારજનો ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોહચ્યા બાદ મૃતક માહિલનું નામ શુ છે એ જાણવા મળશે. એ પરિવારજનો આવતી કાલે 1 સપ્ટેમ્બર સવારે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોહચ્યા બાદ વધુ વિગતો બહાર આવશે. વાડી માલિક હાલ ઇજાગ્રસ્ત છે વાડી માલિક સાથે શિવરાજગઢ ગામના યુવાનો અને વડીલો ની તાલુકા પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે.

અહેવાલ -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ 

Tags :
Advertisement

.