Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતા મોત

બાળકોના મોતને લઈને મજૂર પરિવારમાં ગમગીની છવાઈ ગોંડલ તાલુકાના નાના મહિકા ગામમાં બની આ ઘટના ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી Gondal: ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોતની ઘટના સામે આવી છે....
gondal  પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતા મોત
  1. બાળકોના મોતને લઈને મજૂર પરિવારમાં ગમગીની છવાઈ
  2. ગોંડલ તાલુકાના નાના મહિકા ગામમાં બની આ ઘટના
  3. ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gondal: ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ધીરૂભાઈ પોપટભાઈ વિરડીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતા મોત થયાનો બનાવ સામે આવ્યો છે. પરપ્રાંતિય બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ હતી.

Advertisement

આ પણ વાંચો: લ્યો બોલો! અહીં તો કોઈ જુગારીઓને જ છેતરી ગયું! કેટલાક લોકો આવ્યાં અને...

ત્રણ મહિના પહેલા મજૂરી આવ્યા હતા

ગોંડલ (Gondal) તાલુકાના નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી ત્રણ મહિના પહેલા મજૂરી કરવા આવેલ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. મૃતક બાળકો 4 વર્ષીય રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ અને 2 વર્ષીય અશ્ર્વિન ધર્મેન્દ્રભાઈ જાદવ બંન્ને સગાભાઈઓ છે. બન્ને સગાભાઈઓ રમતા રમતા અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો: કડીમાં CERA SANITARYWARE LTD ની અનોખી પહેલ, 1166 વર્કર્સ અને 636 સ્ટાફ સભ્યોનું કર્યું સન્માન

બન્ને છોકરાના ચંપલ પાણીમાં તરતા હતા

અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ, સવારે બાળકો ના મળતા બન્ને પુત્રના પિતા આસપાસ વિસ્તારમાં આવેલ ખેતી વાળી વિસ્તારમાં ગોતવા લાગ્યા હતા. તે દરમિયામ પિતાએ કુવામાં નજર કરતા કુવામાં બન્ને છોકરાના ચંપલ પાણીમાં તરતા હતા. ત્યાર બાદ કાથાની દોરીમાં ખપારી બાંધી અને કુવામાં નાખતા જ ખપારીમાં એક બાળક આવી ગયું હતું પરંતુ બીજૂ બાળક નહીં મળી આવતા નાના મહિકા ગામના સરપંચ વિજયભાઈ વિરડીયાએ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈને સમગ્ર ઘટનાની જાણ કરતા દિનેશભાઇએ ફાયર સ્ટાફને જાણ કરતા ગોંડલ નગરપાલિકા ફાયરના તરવૈયા સાથે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની T-Shirt મામલે BJP- કોંગ્રેસ આમને-સામને, રાજકારણ ગરમાયું

ગણતરીની મિનિટોમાં પાણીમાંથી બહાર કાઢ્યો

આમ મૃતકને મૃતદેહોમાં એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જે બાદ પરપ્રાંતિય બંને બાળકોના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ (Gondal Government Hospital)માં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Tags :
Advertisement

.