Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ: શ્રીઅક્ષરમંદીરનો 89 મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો

અહેવાલ -વિશ્વાસ ભોજાની,ગોંડલ  પાટોત્સવ વિધીનો શુભારંભ મંગલ પ્રભાતે 6  વાગે મહાપૂજાથી થયો. જેમાં BAPS સંસ્થાના સદગુરુવર્ય પુ. ઘનશ્યામચરણ સ્વામી અને પુ.વિવેકસાગર સ્વામી, રાજકોટ મંદીરના કોઠારી પુ.બ્રહ્મતીર્થ સ્વામી,ભાદરા મંદીરના કોઠારી પુ.ધર્મકુંવર સ્વામી,ગોંડલ મંદીરના કોઠારી પુ.દિવ્યપુરુષ સ્વામી અને પુ.સંતો સાથે ગોંડલ તેમજ...
ગોંડલ  શ્રીઅક્ષરમંદીરનો 89 મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો

અહેવાલ -વિશ્વાસ ભોજાની,ગોંડલ 

Advertisement

પાટોત્સવ વિધીનો શુભારંભ મંગલ પ્રભાતે 6  વાગે મહાપૂજાથી થયો. જેમાં BAPS સંસ્થાના સદગુરુવર્ય પુ. ઘનશ્યામચરણ સ્વામી અને પુ.વિવેકસાગર સ્વામી, રાજકોટ મંદીરના કોઠારી પુ.બ્રહ્મતીર્થ સ્વામી,ભાદરા મંદીરના કોઠારી પુ.ધર્મકુંવર સ્વામી,ગોંડલ મંદીરના કોઠારી પુ.દિવ્યપુરુષ સ્વામી અને પુ.સંતો સાથે ગોંડલ તેમજ આસપાસના શહેરોમાંથી અગ્રણી ઉદ્યોગપતીઓ,નગર શ્રેષ્ઠીઓ અને
મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા.

Advertisement

મહાપૂજા બાદ શ્રીઅક્ષરમંદીરમાં બિરાજમાન પ્રથમ ખંડમાં શ્રીઘનશ્યામ મહારાજ, મધ્યખંડમાં શ્રીઅક્ષર પુરૂષોત્તમ મહારાજ તેમજ ત્રીજા ખંડમાં ધામ,ધામી અને મુક્તની મૂર્તીઓને દુધ,દહીં,ઘી,મધ અને સાકરથી પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું. આ અલૌકીક અને મહાપ્રતાપી મૂર્તીઓનો મહાભિષેક કરી ધન્ય બનવાનો લાભ સર્વે હરિભક્તોએ પણ પ્રાપ્ત કર્યો.ત્યારબાદ ઠાકોરજીને ખુબ જ સુંદર વાઘા ધારણ કરાવી,૧૩૫ જેટલી વાનગીઓનો મહાઅન્નકુટ ધરાવવામાં આવ્યો. અન્નકુટ દર્શનનો લાભ સમગ્ર દિવસ દરમ્યાન સૌને પ્રાપ્ત થયો.

સાંજે શ્રીઅક્ષર મંદીર ભક્તમેદનીથી ઉભરાવા લાગ્યું. બરાબર પ વાગે મુખ્ય ઉત્સવસભાનો પ્રારંભ થયો. જેમાં 'મંદીર - સમાજનો પ્રાણ' વિષયક પારાયણની પૂર્ણાહૂતીમાં વક્તા સંત પુ. જ્ઞાનનયન સ્વામીએ કહ્યું કે' મંદીર પરમાત્માને પામવાનું અને શાશ્વત શાંતી પ્રાપ્ત કરવાનું સ્થાન છે.' સદગુરુવર્ય પુ.ઘનશ્યામચરણ સ્વામીએ આશિર્વચનમાં શ્રીઅક્ષર મંદીર સાથે ગુણાતીત ગુરૂવર્યોના પ્રસંગોની સ્મૃતી કરાવી.

Advertisement

સદગુરુવર્ય પુ.વિવેકસાગર સ્વામીએ આશિર્વાદ આપતા મંદીરનું સમાજમાં પ્રદાન વિશે વાત કરતા કહ્યું કે' મંદીર બાળકોમાં સંસ્કાર સૌરભ પ્રસરાવે છે, યુવાનોમાં ચારિત્ર્યને સુદ્રઢ કરાવે છે, તો વડીલોને સુખ-દુઃખમાં સ્થિરતાની અનુભૂતી કરાવે છે. જેમ ફિલ્ટર દરેક પદાર્થની શુધ્ધતાને અકબંધ રાખે છે, તેમ મંદીર આપણા વિચાર અને વર્તનમાં પવિત્રતાને જાળવી રાખે છે.' ઉત્સવસભાના અંતે ઠાકોરજીની આરતી બાદ સર્વે હરીભકતોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો.આમ, પાટોત્સવ દિને ભક્તિસભર કાર્યક્રમોનો લાભ લઈ સર્વે પ્રભુ પ્રસન્નતાભિષેકથી પરિપ્લાવિત બન્યા.

આ પણ  વાંચો- રાજકોટ પોલીસના નાકે દમ કરનાર સમડી અંતે પાંજરે પુરાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.