Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: સતત વરસાદને પગલે લોકમેળો રદ્દ ,વેપારીએ નપા પાસે રીફંડ કરી માંગ

ગોંડલ:સતત વરસાદને પગલે મેળો રદ કરાયો તળિયાના 71 લાખ ભાવ બોલાયો હતો રાઇડ્સ તથા સ્ટોલ ધારકોએ નપા પાસે રીફંડ કરી માંગ Gondal; ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલ(Sangram Singh High School)નાં મેદાનમાં નગરપાલિકા( municipality) દ્વારા યોજાતો લોકમેળો (Lok Mela)અવિરત વરસાદ ને કારણે...
gondal  સતત વરસાદને પગલે લોકમેળો રદ્દ  વેપારીએ નપા પાસે રીફંડ કરી માંગ
  • ગોંડલ:સતત વરસાદને પગલે મેળો રદ કરાયો
  • તળિયાના 71 લાખ ભાવ બોલાયો હતો
  • રાઇડ્સ તથા સ્ટોલ ધારકોએ નપા પાસે રીફંડ કરી માંગ

Gondal; ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલ(Sangram Singh High School)નાં મેદાનમાં નગરપાલિકા( municipality) દ્વારા યોજાતો લોકમેળો (Lok Mela)અવિરત વરસાદ ને કારણે બંધ રહ્યા બાદ મેળાનાં વેપારીઓએ નગરપાલિકા પાસે રીફંડ(Refund)ની માંગ કરી છે.આ અંગે ધારાસભ્ય(MLA )ને પણ રજુઆત કરાઇ છે.

Advertisement

તળિયાના 71 લાખ ભાવ બોલાયો હતો

નગરપાલિકા દ્વારા ટેન્ડર પધ્ધતિથી મેળાનાં મેદાનની હરરાજી કરાઇ હતી. જેમા કીરીટભાઇ મકવાણાનું રુ.૭૧ લાખ નું ટેન્ડર મંજુર રહ્યુ હતુ. નગરપાલિકાને તળીયાનાં ભાવ થી પણ રુ.૨૦ લાખ ની વધુ આવક થઈ હતી. તમામ આવક નંદી શાળામાં વાપરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

આ પણ  વાંચો-VADODARA : બંધ ફીડર્સ અને ટ્રાન્સફોર્મર્સ પાણી ઓસરતા દુરસ્ત કરાશે - MGVCL, MD

સતત વરસાદને પગલે મેળો રદ કરાયો

નગરપાલિકા સંચાલિત લોકમેળાનું તા.24ને શનિવારના રોજ સાંજે 6 કલાકે ધારાસભ્ય, ડે.કલેકટર, સંતો મહંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો. પરંતુ યાંત્રિક રાઈડ્સને મંજૂરી નહિ મળતા અયોજકો રોષે ભરાયા હતા. અને મેળાનાં ઉદ્ઘાટનનાં દિવસ થી સતત વરસાદ વરસતો હોય અને મેદાન માં પાણી ભરાયા હોય આખરે મેળો રદ કરાયો હતો.

Advertisement

આ પણ  વાંચો- VADODARA : આગામી 24 કલાકમાં પરિસ્થિતી કાબુમાં આવશે, એક્શન પ્લાન તૈયાર - ઋષિકેશ પટેલ

લોકમેળામાં સ્ટોલના વેપારીઓને નુકસાન થયું

આયોજક કીરીટભાઇ મકવાણાએ જણાવ્યુ કે મેળો શરુ થયો નાં હોય વેપારીઓને પારાવાર નુકસાન થયુ છે. મેળામાં રોકેલા પૈસાનુ વરસાદ ને કારણે ધોવાણ થતા વેપારીઓની હાલત કફોડી બની છે. દુર દુર થી ધંધો કરવા આવેલા રાઇડ્સનાં ધંધાર્થીઓ પાસે પરત ફરવાનાં પૈસા નથી. ત્યારે નગરપાલિકા પાસે રીફંડ મેળવવા રજુઆત કરાઇ છે. આ અંગે ધારાસભ્ય ગીતાબા જાડેજાને પણ રજુઆત કરાઇ છે.

આ પણ  વાંચો -Gondal :મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ, બે નામોત

રિફંડ અંગે રાજ્ય સરકાર પાસે માર્ગ દર્શન મંગાયું - રાજેન્દ્રસિંહ જાડેજા

ગોંડલ કોલેજ ચોક ખાતે છેલ્લા 54 વર્ષથી લોકમેળો યોજાય છે. આ વખતે લોકમેળા માં રોકાણકારો ને સવા કરોડ થી વધુ રોકાણ થયુ હોય વિકટ પરિસ્થિતિ સરજાઈ છે. બીજી બાજુ મેળા કમીટીનાં ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે મેળાનાં વેપારીઓ દ્વારા રીફંડ અંગેની રજુઆત સંદર્ભે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન મંગાયુ છે. સરકારનાં નિર્ણય મુજબ યોગ્ય કરાશે તેવુ અંતમાં જણાવ્યુ હતુ.

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Tags :
Advertisement

.