Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો

ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા આશિષભાઈના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે પોલીસ અને સરકાર સામે...
04:41 PM Jan 13, 2024 IST | Harsh Bhatt
ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા આશિષભાઈના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે પોલીસ અને સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

આશિષભાઈ કુંજડીયા પર જીવલેણ હુમલાના સીસીટીવી છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી

આશિષભાઈ કુંજડીયા

ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં એફઆઇઆર દાખલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની કોંગ્રેસ ચીમકી આપી છે. હુમલા અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. કોગ્રેસ પ્રમુખે ગેરકાયદેસર LDO મુદે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી.

તંત્રની નજર હેઠળ એલડીઓ પંપ ધમધમી રહ્યા છે

ગોંડલ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી એલડીઓ નામનાં પ્રદુષણ ફેલાવતાં ઈંધણનો કોઈ રોકટોક વગર ગેરકાયદેસર રીતે વાહનોમાં ઉપયોગ થઈ રહ્યો છે. કેમીકલયુકત ઈંધણ પર્યાવરણને નુકસાનકર્તા હોવા છતા ગોંડલ પંથકમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા ઠેર-ઠેર બેફામ વેપાર ચાલી રહ્યો છે. અનેક રજુઆતો કરવાં છતાં તંત્ર ની મીઠી નજર હેઠળ  ધમધમી રહેલા એલડીઓ પંપ અંગે કોઈ પગલાં લેવાયા નથી.

કોંગ્રેસ પોલીસ અને સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું કે, ગોંડલ શહેર અને તાલુકામાં એલડીઓનુ ગેરકાયદેસર વેચાણ થાય છે. કોંગ્રેસ પ્રમુખે સરકારમાં અનેક રજૂઆત કરી. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા છેલ્લે આત્મવિલોપનની ચીમકી આપી હતી. પોલીસ અને સરકારે આરોપીઓને છાવર્યા છે. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી નથી. કોંગ્રેસ પોલીસ સામે ઉગ્ર આંદોલન કરશે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું કે ગોંડલમાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગોંડલ તાલુકામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. કોંગ્રેસ લોકોનો અવાજ ઉઠાવી રહી છે. આશિષભાઈની પોલીસ ફરિયાદ લેતી નથી. પોલીસ ફરિયાદીને દબાવી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો -- KESHOD : સૌરાષ્ટ્રની સનાતન સંત પરંપરામાં શ્રી સોનલ મા પ્રકાશસ્તંભ સમાન
Tags :
ashish kunjadiyaattackCctv FootageCongress LeaderGondalRAJKOTThreat
Next Article