Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુસીમાસ સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં Gondal ના બાળકોની અનેરી સિદ્ધિ, 8 મિનિટમાં ગણ્યા 200 દાખલા

Gondal: ગોંડલ હવે પોતાની એક નવી આગવી ઇમેજ ઉભી કરી રહી છે અને એ પણ અભ્યાસ માં સૌથી વધુ અઘરા વિષય થકી. ગણીત નું નામ પડે ને ઘણા બાળકો હિંમત હારી જતા હોય ત્યારે ગોંડલ માં એવા પણ ટાબરીયા છે...
યુસીમાસ  સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં gondal ના બાળકોની અનેરી સિદ્ધિ  8 મિનિટમાં ગણ્યા 200 દાખલા

Gondal: ગોંડલ હવે પોતાની એક નવી આગવી ઇમેજ ઉભી કરી રહી છે અને એ પણ અભ્યાસ માં સૌથી વધુ અઘરા વિષય થકી. ગણીત નું નામ પડે ને ઘણા બાળકો હિંમત હારી જતા હોય ત્યારે ગોંડલ માં એવા પણ ટાબરીયા છે જે ગણિત ને રમત બનાવી અજબ ગજબ ના કોયડા ઉકેલી જાણે છે. ‘નિશાંન ચૂક માફ, નહી માફ નીચું નિશાન’ આ કહેવત તો બધા એ સાંભળી જ હશે પણ જ્યારે તેને અમલ માં મુકવા ની વાત આવે ત્યારે તેની પાછળ પ્રચંડ પુરુષાર્થ અને સફળ થવા ની અદમ્ય ઈચ્છા રહેલી હોય છે. વેકેશન દરમ્યાન આઇપીએલ અને હાલમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના માહોલમાં જ્યારે મોટા ભાગના બાળકો ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત હતા ત્યારે ગોંડલના પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના બાળકો એ અભ્યાસમાં સૌથી અઘરા લાગતા એવા ગણિતના વર્લ્ડ કપ જેવી સ્પર્ધામાં ભાગ લીધેલ છે.

Advertisement

2500 થી વધારે બાળકોએ લીધો ભાગ

યુસીમાસ (UCMAS) દ્વારા તા 23 જૂન 2024 ના રોજ બરોડા ખાતે લગભગ 2500 થી વધારે બાળકો વચ્ચે અલગ અલગ કેટેગરીમાં મેન્ટલ એરિથમેટીક સ્પર્ધાની સ્ટેટ લેવલ કોમ્પિટિશન (UCMAS state level competition)નું આયોજન કરવામાં આવેલ. જેમાં કોઈ પણ પ્રકાર ના કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વિના સંપૂર્ણપણે પોતાના મગજ અને વિચારશક્તિનો ઉપયોગ કરીને 8 મિનિટમાં ગણિતના અટપટા 200 સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકાર વગેરે સોલ્વ કરવાંના હતા. ગોંડલના 15 બાળકોએ રજનીશ રાજપરાના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાંથી માકડીયા ઝાંખી રવિભાઈ એ Z3 કેટેગરી માં ગ્રૂપ ચેમ્પિયનનો એવોર્ડ જીતીને અદભુત પ્રદર્શન કર્યું.

Advertisement

30 જૂનના રોજ રવિવારે યોજાયો સમારોહ

બુટાણી દેવેન હિતેશભાઈ અને ગજેરા અચ્યુત જીજ્ઞેશભાઈએ ચેમ્પિયન તરીકેની ટ્રોફી જીતેલ. તેમને ડૉ. સ્નેહલ કારીયા, સિમ્પલીસીઓ મેનેઝીસ, મેહુલ જોશીના હાથે તારીખ 30 જૂનના રોજ રવિવારે બરોડા ખાતે એસ એસ જી હોસ્પિટલ ઓડિટોરિયમ હોલ ખાતે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયેલ. Z3 કેટેગરીમાં પિત્રોડા યુગ પ્રકાશભાઈએ ફર્સ્ટ રેન્ક , A3 કેટેગરીમાં સિંધવ હર્ષિલ હિતેશભાઈ એ સેકન્ડ રેન્ક અને વેકરિયા ધ્યાના દીપેનભાઈ એ 4th રેન્ક અને ધામેચા વિવાન વિરલભાઈ અને રિઝવી રીદા એ 5th રેન્ક મેળવેલ.છાટબાર શુભમ કલ્પેશભાઈ , કાલરીયા પરિન તુષારભાઈ અને સખીયા રાજ રજનીકાંતભાઈ એ ઝોનલ એવોર્ડ મેળવેલ. ગોંડલીયા પ્રાર્થના અમરભાઈ અને જાડેજા ધૈર્યરાજ મયુરભાઈએ મેરીટ રેન્ક પ્રાપ્ત કરેલ તથા જાડેજા રિશીતસિંહ સુજલસિંહ અને ઠુમર શ્યામ પ્રવીણભાઈ એ પાર્ટીસિપેશન ટ્રોફી મેળવેલ છે.

નવી એજ્યુકેશન પોલીસી પ્રમાણે બાળકોને તૈયાર કરાશે

માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર અને ગોંડલ શિક્ષણ જગતને 28 વર્ષો આપનાર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવેલ કે અદભુત છે આ નવી પેઢીના બાળકો. જરૂર છે તેમને કોઈ એક લક્ષ્ય આપવાની અને યોગ્ય માર્ગદર્શન આપવાની. હવે નવી એજ્યુકેશન પોલીસી પ્રમાણે બાળકોને તૈયાર કરવા જ રહ્યા. આગામી સમયમાં દરેક બાળક પાસે કાઈને કાઈ સ્કીલ હોવી પણ ફરજિયાત જ રહેશે. કોઈ જ સફળતા રાતોરાત નથી મળતી હોતી. આ બાળકો લગભગ છેલ્લા 3 મહિનાથી આ સ્પર્ધા અંગેની તૈયારી કરી રહ્યા હતા. ગણિતના આટલા અઘરા દાખલા પલક ઝપકાવતા જ હલ કરવામાં તે આ ટાબરીયાવ માટે સાવ રમત વાત છે.

Advertisement

પાંચ મિનિટમાં 100 ગુણાકાર કે ભાગાકાર ગણી નાખ્યા

અબેકસના માધ્યમ દ્વારા આ બાળકોએ પોતાની સ્પીડ, લોજીક, એકયુરસિ, કોન્સન્ટ્રેશન વિઝન વિઝ્યુઅલાઇઝેશન વગેરે બધું જ ડેવલપ કરેલ છે અને આવડત એ હદ સુધી વિકસાવી છે કે કોઈ પણના 10 આંકડાના મોબાઇલ નંબર માત્ર એક જ સેકન્ડમાં આપી દે છે. પાંચ મિનિટમાં 100 ગુણાકાર કે ભાગાકાર એ તેમના માટે આંગળીના ખેલ જેવું છે અને ટુક સમયમાં જ એક વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે. આ બાળકોને રજનીશ રાજપરા, ક્રિષ્ના રૈયાણી અને શયદા બાલપરિયા દ્વારા તૈયાર કરાયેલ અને હવે આ બાળકો આગામી ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ પોતાનું અને દેશનું નામ રોશન કરવા કટિબદ્ધ છે. ગોંડલના આવા હોનહાર બાળકોને મનીષભાઈ જોશી, દિવ્યેશભાઈ સાવલિયા, હિતેશભાઈ દવે, યતિન સાવલિયા, અશોકભાઈ શેખડા, જયપાલભાઈ જાડેજા, ગોપાલ સખીયા, જીગર સાટોડીયા અને નિવૃત આચાર્ય ઉકાણી સાહેબ વગેરે દ્વારા ફરીથી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ અપાઈ રહી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: આજથી ત્રણ નવા કાયદાઓ અમલમાં, ટાઉન હોલ ખાતે Gondal Police દ્વારા જરૂરી માર્ગદર્શન

આ પણ વાંચો: Surat: પહેલા વરસાદે જ ખોલી કામગીરીની પોલ, સરકારી શાળામાં થયેલો 2.10 કરોડનો ખર્ચે ક્યા ગયો?

આ પણ વાંચો: New criminal laws: નવા કાયદા મુજબ પહેલા ગુનો અમે નોંધ્યો! જાણો ક્યા થઈ પહેલી FIR

Tags :
Advertisement

.