Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gold-Silver price :સોના-ચાંદીના ભાવમાં તેજી, જાણો નવો ભાવ

સોના- ચાંદીના ભાવમાં તેજી સોના 500 રૂપિયાનો ઉછાળો ચાંદીમાં 251 રૂપિયાનો વધારો Gold-Silver price: સોનાના ભાવમાં આજે એટલે કે, ગુરુવારે 12મી નવેમ્બરે તેજી જોવા મળી રહી છે. સોનાની સાથે ચાંદી(Gold-Silver price)ના ભાવ પણ વધ્યા છે. ઘરેલું વાયદા બજારમાં પણ...
gold silver price  સોના ચાંદીના ભાવમાં તેજી  જાણો નવો ભાવ
  • સોના- ચાંદીના ભાવમાં તેજી
  • સોના 500 રૂપિયાનો ઉછાળો
  • ચાંદીમાં 251 રૂપિયાનો વધારો

Gold-Silver price: સોનાના ભાવમાં આજે એટલે કે, ગુરુવારે 12મી નવેમ્બરે તેજી જોવા મળી રહી છે. સોનાની સાથે ચાંદી(Gold-Silver price)ના ભાવ પણ વધ્યા છે. ઘરેલું વાયદા બજારમાં પણ સોના-ચાંદીની કિંમતો વધતી ટ્રેડ કરતી જોવા મળી રહી છે. એમસીએક્સ એકસચેંજ ઉપર ચાર ઑક્ટોબર 2024ની ડિલીવરી ધરાવતું સોનું શરૂઆતના કારોબારમાં 0.03 ટકા અથવા 18 રૂપિયાના વધારા સાથે 71,945 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર થતું જોવા મળ્યું. રાજધાની દિલ્હીમાં સોનાનો હાજર ભાવ બુધવારે 500 રૂપિયા વધીને 74,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. સોનાની સાથે ચાંદીની ઘરેલું કિંમતોમાં તેજી જોવા મળી છે.

Advertisement

સોનાનો ભાવ વધવાનું કારણ શું છે?

સોનાના ભાવ મુખ્ય રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની માંગ અને પુરવઠા પર નિર્ભર કરે છે. તહેવારોની સિઝનમાં સોનાની માંગ વધતા આની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ફુગાવાના કારણે સોનાના ભાવ પર અસર પડી છે.

આ પણ  વાંચો -Share Market: શેરબજાર ખૂલતા જ તેજી,સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

Advertisement

ચાંદીના ભાવ

ચાંદીના ઘરેલું વાયદા ભાવ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળ્યા છે. એમસીએક્સ એક્સચેંજ પર ગુરુવારે સવારે પાંચમી ડિસેમ્બર 2024ની ડિલીવરી વાળી ચાંદી 0.30 ટકા અથવા 251 રૂપિયાના વધારા સાથે 84,701 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતા જોવા મળ્યા. દિલ્હીમાં ચાંદીનો હાજર ભાવ બુધવારે 500 રૂપિયાના વધારા સાથે 85 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી.

Advertisement

આ પણ  વાંચો -Share Market : શેરબજાર ખૂલતાજ તૂફાની તેજી, સેન્સેક્સ -નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

વૈશ્વિક સ્તર પર સોનું

સોનાની વૈશ્વિક કિંમતોમાં ગુરુવારે શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 0.04 ટકા અથવા 1.10 ડોલરના વધારા સાથે 2543.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી. જ્યારે સોનું હાજર 0.21 ટકા અથવા 5.19 ડોલરના વધારા સાથે 2,516.95 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું.

આ પણ  વાંચો -Sanchar Sathiની મદદથી 1 કરોડ નકલી મોબાઇલ કનેક્શન કાપી...

વૈશ્વિક સ્તર ઉપર ચાંદીના ભાવ

વૈશ્વિક બજારમાં સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ચતેજી જોવા મળી છે. કોમેક્સ પર ચાંદીના ભાવ 0.35 ટકા અથવા 0.10 ડોલરના વધારાની સાથે 29.03 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી. જ્યારે ચાંદીનો હાજર 0.22 ટકા અથવા 0.06 ડોલરના વધારાની સાથે 28.74 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી.

Tags :
Advertisement

.