Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gold Silver Price: સોના-ચાંદી સતત બીજા દિવસે તેજી, જાણો નવો ભાવ

સોનાના ભાવમાં ફરી એકવાર આગઝરતી તેજી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ 24 કેરેટ સોનાનો ભાવ 79,350 સુધી પહોંચ્યો Gold Silver Price :દિવાળી પહેલા કરવા ચોથનો તહેવાર આવી રહ્યો છે. 20 ઓક્ટોબર 2024ના રોજ કરવા ચોથનો તહેવાર છે. આ...
gold silver price  સોના ચાંદી સતત બીજા દિવસે તેજી  જાણો નવો ભાવ
  • સોનાના ભાવમાં ફરી એકવાર આગઝરતી તેજી
  • બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ
  • 24 કેરેટ સોનાનો ભાવ 79,350 સુધી પહોંચ્યો

Gold Silver Price :દિવાળી પહેલા કરવા ચોથનો તહેવાર આવી રહ્યો છે. 20 ઓક્ટોબર 2024ના રોજ કરવા ચોથનો તહેવાર છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ પહેલા તે ઘણી બધી શોપિંગ પણ કરે છે અને સોના-ચાંદીના ઘરેણાં પણ તેની શોપિંગ લિસ્ટમાં સામેલ છે. જો કે, જો તહેવારના સમય સુધીમાં સોનું અને ચાંદી મોંઘા થઈ જાય તો તે પતિઓના ખિસ્સા પર ભારે બોજ નાખી શકે છે. છેલ્લા બે દિવસમાં સોના-ચાંદી (Gold Silver Price) ના ભાવમાં વધારો થયો છે. ચાલો જાણીએ આજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ.

Advertisement

સોના અને ચાંદીના ભાવમાં વધારો

સોનાના ભાવમાં અત્યારે રોકાણકારો અને ખરીદદારોને અટકવાનો કોઈ સંકેત જોવા મળતો નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે સોનાનો ભાવ રૂ. 450 વધીને રૂ. 79,350 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.સોના માટે નવા ઊંચાઇના મકામ પાછલા સત્રમાં સોનાનો ભાવ રૂ. 78,900 હતો, પરંતુ સતત વધતી માંગને કારણે ભાવમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું હાલમાં માર્કેટમાં ખૂબ જ લોકપ્રિય છે.ચાંદી સ્થિર જ્વેલર્સ અને સ્ટોકિસ્ટોની સતત ખરીદીની અસર દેખાઈ રહી છે, જોકે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જે રૂ. 93,500 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર છે.

Advertisement

આ પણ  વાંચો -Share Market માં મોટા ઘટાડા સાથે બંધ,સેન્સેક્સ 494 પોઈન્ટ તૂટ્યો

વૈશ્વિક તણાવને કારણે શેરબજાર હચમચી ગયું છે

અમેરિકાની નાણાકીય નીતિમાં સંભવિત ફેરફારો અને વૈશ્વિક તણાવને કારણે શેરબજાર હચમચી ગયું છે. લોકો શેરબજારમાંથી પૈસા કાઢીને સોનામાં રોકાણ કરી રહ્યા છે. સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. માંગ વધવાને કારણે ભાવ સતત વધી રહ્યા છે. તહેવારોની સિઝનમાં માંગમાં વધારો પણ સોના અને ચાંદીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ છે. આ સાથે મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ઝમાં રોકાણ વધારી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Hyundai Motor India IPO માં રોકાણકારોનો ઠંડો પ્રતિસાદ, GMP ઘટ્યું

ચાંદીની કિંમત 34-36 ડોલર સુધી પહોંચી શકે છે.

માંગ સાથે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ રૂ. 90 હજારને પાર કરી ગયો છે. સોનાની સાથે ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. નિષ્ણાતોનું માનીએ તો દિવાળી જ રૂ. 1 લાખના સ્તરને સ્પર્શી શકે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. યુએસબીનો અંદાજ છે કે 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમત 34-36 ડોલર સુધી પહોંચી શકે છે. જેપી મોર્ગનનું અનુમાન છે કે વર્ષ 2025 સુધીમાં ચાંદીની સરેરાશ કિંમત $36 પ્રતિને પાર કરી શકે છે.

Tags :
Advertisement

.