ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gold and Silver Rate: સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

Gold and Silver Rate:બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ભારે ઘટાડાની જાહેરાત બાદથી જ સોના અને ચાંદીમાં (Gold and Silver Rate)ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે અટકવાનું નામ લેતો નથી. સોનું ગુરુવારે પણ જબરદસ્ત ઘટાડામાં જોવા મળ્યું છે. ભારતીય વાયદા બજારમાં અને...
06:19 PM Jul 25, 2024 IST | Hiren Dave

Gold and Silver Rate:બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ભારે ઘટાડાની જાહેરાત બાદથી જ સોના અને ચાંદીમાં (Gold and Silver Rate)ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે અટકવાનું નામ લેતો નથી. સોનું ગુરુવારે પણ જબરદસ્ત ઘટાડામાં જોવા મળ્યું છે. ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં મોટા કડાકા સાથે સોના અને ચાંદી જોવા મળ્યા છે. શરાફા બજારમાં સોનું છેલ્લા બે દિવસમાં 4000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો નવો ભાવ..

 બજારમાં ભાવ

વાયદા બજારમાં સોનું 1000 રૂપિયા અને ચાંદી 3200 રૂપિયા જેટલી તૂટી છે. MCX પર સવારે ઓપનિંગ રેટમાં સોનાનો ભાવ 1,082 રૂપિયા તૂટીને 64,450  રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જે કાલે 68,952 પર ક્લોઝ થયો હતો. ચાંદી 3,246 રૂપિયા તૂટીને 81,648 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી. જે કાલે 84,894 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ચડ્યું હતું. ડોલરમાં નબળાઈ વચ્ચે યુએસ સ્પોટ ગોલ્ડ 0.7 ટકા ચડીને 2,425.28 ડોલર પ્રતિ ઔંસ પર હતું. ગોલ્ડ ફ્યુચર 0.8 ટકા 2,426.60 ડોલર પ્રતિ ઔંસ પર હતું.

ચાંદીમાં પણ ભારે ઘટાડો

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સાંજે, MCX એક્સચેન્જ પર, 5 સપ્ટેમ્બર, 2024ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 4.41 ટકા અથવા રૂ. 3747 ઘટીને રૂ. 81,147 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી.

વૈશ્વિક સોનાના ભાવમાં ઘટાડો

ગુરુવારે સાંજે સોનાના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનું 1.95 ટકા અથવા 48 ડોલરના જંગી ઘટાડા સાથે 2,416 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે જ સમયે, ગોલ્ડ સ્પોટની કિંમત 1.25 ટકા અથવા $ 30 ઘટીને $ 2367 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

ચાંદી વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો નોંધાયો

કોમેક્સ પર ચાંદીના વૈશ્વિક ભાવ ગુરુવારે સાંજે 5.36 ટકા અથવા $1.57 ઘટીને 27.75 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ચાંદીની હાજરની કિંમત 4.63 ટકા અથવા 1.34 ડોલરના ઘટાડા સાથે 27.57 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

આ પણ  વાંચો  -SHARE MARKET:શેરબજાર લાલ નિશાનમાં બંધ,આ શેરમાં ઉછાળો

આ પણ  વાંચો  -Budget 2024: બજેટમાં આ મંત્રાલયને મળ્યું સૌથી વધુ ફંડ

આ પણ  વાંચો  -Gold Rate: બજેટમાં મહિલાઓને મોટી ભેટ, સોનું થયું સસ્તું

Tags :
Business NewsGoldGold and Silver Rategold.rateGUJARATI firstsilverSilver Rate
Next Article