ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંધશ્રદ્ધા...! સાપે ડંખ મારતા બાળકીને હોસ્પિટલના બદલે મંદિરમાં લઇ જવાઇ, આખરે મોત 

અહેવાલ---ઇરફાન મકરાણી, દેવગઢબારીયા બાળકીના શરીરમાંથી ઝેર ઉતરી જાય તે માટે પ્રથમ બાળકીને મંદિરે લઈ જવાઇ બાળકીના શરીરમાં ઝેર ફરી વળતા સારવાર દરમિયાન મોત બાળકીના મોત થી પરિવારજનોમાં ગમગીનતા છવાઈ  દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા ગામે 9 વર્ષની બાળકીને સાપે દંશ મારતા...
08:15 PM Jun 07, 2023 IST | Vipul Pandya
અહેવાલ---ઇરફાન મકરાણી, દેવગઢબારીયા
બાળકીના શરીરમાંથી ઝેર ઉતરી જાય તે માટે પ્રથમ બાળકીને મંદિરે લઈ જવાઇ
બાળકીના શરીરમાં ઝેર ફરી વળતા સારવાર દરમિયાન મોત
બાળકીના મોત થી પરિવારજનોમાં ગમગીનતા છવાઈ 
દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા ગામે 9 વર્ષની બાળકીને સાપે દંશ મારતા પરિવારજનો બાળકીને ઝેર ઉતારવા મંદિરે અને ત્યાંથી પછી સારવાર હેઠળ ખસેડી હતી જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.  અંધ વિશ્વાસમાં પરિવારજનો એ વ્હાલસોઇ બાળકીનો જીવ ગુમાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો.
ઝેર ઉતારવા બાળકીને મંદિરમાં લઇ જવાઇ
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના ડાંગરિયા ગામે હોળી ફળિયામાં રહેતા જયેન્દ્રભાઈ પારસીંગભાઇ પટેલની 9 વર્ષ બાળકી વૈશાલી જે ઘરની નજીકમાં આવેલા આંબાના ઝાડ નીચે કેરી વીણવા ગઈ હતી ત્યારે અચાનક આવેલા ઝેરી સાપે તેને એક પછી એક એમ બે ડંખ મારતા નવું વર્ષીય વૈશાલી આ બનાવની જાણ તેના પરિવારજનોને કરતા  પરિવારજનોએ તેને પ્રાથમિક સારવાર આપવાની જગ્યાએ તેને તેના શરીરમાંથી ઝેર ઉતારવા માટે એક મંદિરે લઈ જવામાં આવી હતી.
બાળકીનું સારવાર દરમિયાન મોત
 તે પછી આ મંદિરે થી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે  લઈ જવાઈ હતી ત્યારે આ બાળકીને અડધા કલાકના સમયની સારવાર પછી એકાએક તેનુ મોત નિપજ્યું હતુ ત્યારે આ બાળકીને જો તેના પરિવારજનો સમય અંતરે જો સારવાર હેઠળ ખસેડી હોત તો કદાચ આ બાળકી બચી ગઇ હોત. આજે પણ આ પંથકમાં અંધશ્રદ્ધાના કારણે લોકોના મોત થઇ રહ્યા હોવાનો આ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો. આ વૈશાલી નામની નવ વર્ષીય બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે બાળકી એ તેના પિતાને પૂછ્યું હતું કે પપ્પા હવે હું બચી જઈશ ને તેવું પણ હોસ્પિટલમાં હાજર લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે .
સારવાર આપવાની જગ્યાએ મંદિરમાં લઇ જવાઇ
આ નવ વર્ષીય બાળકીને સર્પ દંશ મારતાં તેનાં પરિવાર દ્વારા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની જગ્યા એ અંધ શ્રદ્ધા ની આડમાં મંદીરે લઈ જઈ સમય વેડફતા આ બાળકી મોતને ભેટતા  નગરમાં સાપ પકડવાનું કામ કરતી ટીમ ત્યાં પહોંચી હતી. લોકોને સાપ વિશે જાણકારી આપી ફરી આવી વ્હાલસોઇ દીકરી કે દીકરો  અંધશ્રદ્ધાનો ભોગ ના બને તે માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આ પણ વાંચો---ભુજ હનીટ્રેપ કેસમાં મહિલા સહિત બે ની ધરપકડ
Tags :
DeathDevgarhBariasnake bite
Next Article