હવે Germany અને Iran આમને-સામને, જાણો કેમ વધ્યો બંને દેશો વચ્ચે તણાવ
- Iran માં હાલ તણાવની સ્થિતિ
- Germany અને Iran આમને-સામને
- જર્મન કેદીને ફાંસી આપવાના કારણે તણાવ વધ્યો
ઈરાન હાલમાં ઘણા દેશો સાથે રાજકીય તણાવની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. એક તરફ ઈઝરાયલ સાથે યુદ્ધની સંભાવના છે તો બીજી તરફ ઈરાને Germany સાથે પણ તણાવ વધારે છે. ખરેખર, ઈરાની મૂળના જર્મન કેદી જમશેદ શરમાદને ફાંસી આપવામાં આવી છે જેના કારણે Germany અને ઈરાન આમને-સામને થઈ ગયા છે. એપીના અહેવાલ મુજબ, Germany એ જમશીદ શરમાદને ફાંસી આપવાના જવાબમાં 3 ઈરાની (Iran) વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.
દુબઈથી અપહરણ...
મળતી માહિતી મુજબ જમશેદ શરમાદ અમેરિકામાં રહેતો હતો. ઈરાની (Iran) સુરક્ષા દળોએ વર્ષ 2020 માં તેનું દુબઈથી અપહરણ કર્યું હતું. શરમાદ તે સમયે તેની સોફ્ટવેર કંપની સાથે સંબંધિત ડીલ માટે ભારત જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના પરિવારને તેનો છેલ્લો સંદેશ 28 જુલાઈ, 2020 ના રોજ મળ્યો હતો.
આ પણ વાંચો : US Election : ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર કર્યો રાજકીય હુમલો, કહ્યું 'ખતમ થયો તમારો ખેલ'
આતંકવાદનો આરોપ...
ઈરાની (Iran)માં જન્મેલા જર્મન કેદી જમશીદ શરમાદ (69)ને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, એમ ઈરાની (Iran) કોર્ટે જણાવ્યું છે. અગાઉ આ કેસની સુનાવણી વર્ષ 2023 માં થઈ હતી. જો કે, યુ.એસ. અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જૂથોએ સુનાવણીને એક છેતરપિંડી તરીકે ફગાવી દીધી હતી. Germanyના વિદેશ મંત્રાલયે મંગળવારે ઈરાન (Iran)ના દૂતાવાસના મામલાના ઈન્ચાર્જ વ્યક્તિને સમન્સ પાઠવીને જમશેદ શરમાદની ફાંસી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, જર્મન એમ્બેસેડર માર્કસ પોટઝેલે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીની સામે આ ફાંસીનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : 'તમને મારી કચરાની ટ્રક કેવી લાગી?' ટ્રમ્પે રાષ્ટ્રપતિ બાઈડેનને લઇને કર્યો કટાક્ષ