Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gaun Seva Pasandgi Mandal : ઉમેદવારો આનંદો.. ઓફિસ આસિસ્ટન્ટ અને જૂનીયર ક્લાર્કની ભરતી જગ્યામાં વધારો

Gaun Seva Pasandgi Mandal : સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ (Office Assistant) અને જૂનીયર ક્લાર્ક (Junior Clerk) ) ની જાહેર કરેલી જગ્યામાં આજે વધારો કરવામાં આવ્યો...
07:26 PM Feb 05, 2024 IST | Hardik Shah

Gaun Seva Pasandgi Mandal : સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ (Office Assistant) અને જૂનીયર ક્લાર્ક (Junior Clerk) ) ની જાહેર કરેલી જગ્યામાં આજે વધારો કરવામાં આવ્યો છે. જેમા ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા અને જૂનીયર ક્લાર્કની 340 જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આમ કુલ 352 જગ્યાનો ફરી એકવાર વધારો કરાયો છે. ભરતી જગ્યામાં વધારો કર્યા બાદ હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 5554 જગ્યાઓ પર ભરતી થશે.

ફી ભરવા માટેની સમય મર્યાદામાં વધારો

રાત દિવસ સરકારી નોકરી મેળવવાની મહેનત કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી છે તેના બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. એક ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફી ભરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેમા 2 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ 2 દિવસ આપવામાં આવ્યા છે. આ ઉમેદવારો તારીખ 6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. આ પહેલા 2 ફેબ્રુઆરી રાત્રીના 12 વાગ્યા સુધી ફી ભરવાની મર્યાદા હતી.

વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું ?

ગૌણ સેવા પસંદગી મંડળનું આ આવકારદાય પગલું છે. આવકારદાયક એટલા માટે કારણ કે ઘણા ઉમેદવારો એવા હતા કે જેઓ ટેકનિકલ પ્રોબ્લમના કારણે ફોર્મ ભરી નહોતા શક્યા. કહી શકાય કે ફી નહોતા ભરી શક્યા. જે ઉમેદવારોએ ફી ભરી છે અને તે દેખાતી નથી તે ઉમેદવારોએ મંડળમાં ફોન કરીને અથવા રૂબરૂમાં આવીને માર્ગદર્શન મેળવી શકે છે. અને જે લોકોને ફી ભરવાની જ રહી ગઇ છે તો તેમના માટે આ બે દિવસ આપવામાં આવ્યા છે જે દરમિયાન તેઓ ફી ભરી શકશે.

જાહેરાતને વાંચવા માટે અહીં કરો ક્લિક

આ પણ વાંચો - Gondal Eye Donation : થ્રેસરના વેક્યુમમાં 11 વર્ષની બાળકી ખેંચાઈ જતા મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gaun Seva Pasandgi MandalGovernment JobsGSSSBGSSSB RecruitmentGSSSB Recruitment newsjobsJobs 2024recruitmentRecruitment 2024Sarkari Naukri
Next Article