ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબની જેલમાંથી Gujarat માં ડ્રગ્સ નેટવર્ક ચલાવતો Gangster લોરેન્સ રિમાન્ડ પર

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં 90 જેટલા ગંભીર ગુનાઓ આચરી ચૂકેલા ગેંગસ્ટર લોરેન્સ લવિન્દરસિંઘ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની ગુજરાત એટીએસે (Gujarat ATS) 194 કરોડના હેરોઈન (Heroin) ના કેસમાં ધરપકડ કરી પૂરા બે સપ્તાહ (14 દિવસ)...
07:45 PM Apr 25, 2023 IST | Viral Joshi

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ

પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં 90 જેટલા ગંભીર ગુનાઓ આચરી ચૂકેલા ગેંગસ્ટર લોરેન્સ લવિન્દરસિંઘ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની ગુજરાત એટીએસે (Gujarat ATS) 194 કરોડના હેરોઈન (Heroin) ના કેસમાં ધરપકડ કરી પૂરા બે સપ્તાહ (14 દિવસ) ના રિમાન્ડ મેળવ્યા છે. જેલમાં બેઠાં-બેઠાં પાકિસ્તાનીથી 38.994 કિલો હેરોઈનનો જથ્થો મંગાવનારા લોરેન્સના તાર કોની સાથે અને કેવી રીતે જોડાયેલાં છે તે જાણવા ATS એ પ્રયાસ શરૂ કરી દીધો છે.

કેવી રીતે લોરેન્સની સંડોવણી આવી સામે ?
વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનાની 14 તારીખે ગુજરાત ATS ની ટીમે જખૌ પાસેની ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની બોટ (Pakistani Boat) 'અલ તયાસા' ઝડપી હતી. પકડાયેલી બોટમાંથી 6 પાકિસ્તાની અને 38.994 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં પંજાબ કનેકશન સામે આવ્યું હતું. પંજાબની જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઈ નામના ગેંગસ્ટરે પાકિસ્તાનના અબદુલ્લાનો મોબાઈલ ફોન (Mobile Phone) પર સંપર્ક કરી હેરોઈન મંગાવ્યું હોવાનું સામે આવતા પોલીસે તપાસ ઝડપી બનાવી હતી. આ મામલામાં અનુક્રમે પંજાબની અમૃતસર અને કપૂરથલા જેલમાં ડ્રગ્સ કેસમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા ચીફ ઓબોન્ના અનિ (રહે. ન્યુ દિલ્હી મૂળ રહે. નાઈજીરીયા) અને મેરાજ ઉર્ફે મિરાજ રહેમાની (રહે. ન્યુ દિલ્હી) ના નામ પણ સામે આવ્યા હતા. જે મામલે માર્ચ-2023માં બંને આરોપીનો કબજો મેળવી તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હાલ પણ એક સાઉથ આફ્રિકન મહિલા બોંગાની થાન્ડીસે ઉર્ફે અનિતા (રહે. દિલ્હી) ફરાર છે.

લોરેન્સ જેલમાંથી ડ્રગ્સ નેટવર્ક ચલાવતો
જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ચમકી ચૂકેલો લોરેન્સ બિશ્નોઈ હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના 90 જેટલા ગંભીર કેસોમાં આરોપી છે. પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતા લોરેન્સ બિશ્નોઈનું ગુજરાત ATS ને ગત વર્ષે પાકિસ્તાની કનેકશન મળ્યું હતું. ATS ની તપાસમાં લોરેન્સ બિશ્નોઈ 1994 કરોડના હેરોઈન કેસનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. જેલમાં રહેલો લોરેન્સ મોબાઈલ ફોનની મદદથી અન્ય જેલમાં કેદ ગુનેગારો, અન્ય સાથીઓ અને પાકિસ્તાની ડ્રગ્સ ડીલર અબ્દુલ્લાના સંપર્કમાં આવ્યો હતો. મોબાઈલ ફોન પર Pakistan સ્થિત અબ્દુલ્લાનો સંપર્ક કરી દરિયાઈ માર્ગે કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો.

કેમ 14 દિવસના રિમાન્ડ મંગાયા ?
લોરેન્સ બિશ્નોઈ પાકા કામનો કેદી હોવા છતાં પંજાબની જેલમાંથી ડ્રગ્સ નેટવર્ક ચલાવતો હતો. ગુજરાત ATS ની તપાસમાં લોરેન્સનો ભાંડો ફૂટી ગયો હતો અને એક પછી એક આરોપીઓની ધરપકડ પણ થવા લાગી. ATS ની ટીમે દિલ્હીના NIA કોર્ટમાંથી પ્રોડક્શન વૉરંટ મેળવી લોરેન્સનો તિહાડ જેલમાંથી ગઈકાલે કબજો મેળવ્યો હતો. આજે ગુજરાતના કચ્છની નલિયા કોર્ટ (Naliya Court) માં લોરેન્સને રજૂ કરી Gujarat ATS ના પીઆઈ એસ. એન. પરમારે (PI S N Parmar) એ 14 દિવસના રિમાન્ડ અદાલત પાસેથી મેળવ્યા  છે. લોરેન્સ બિશ્નોઈ જેલમાં મોબાઈલ ફોન અને સીમકાર્ડ કેવી રીતે અને કોની મદદથી લઈ જતો હતો ? જેલમાં કેદ હોવા છતાં પાકિસ્તાનના અબ્દુલ્લા સાથે કેવી રીતે સંપર્ક થયો ? NDPS કેસમાં વૉન્ટેડ સાઉથ આફ્રિકન મહિલા બોંગાની થાન્ડીસે ઉર્ફે અનિતા હાલ ક્યાં રહે છે ? 194 કરોડની કિંમતનું હેરોઈન કોના કહેવાથી મંગાવ્યું અને કોને-ક્યાં આપવાનું હતું ? ડ્રગ્સ કેસમાં અન્ય કોની-કોની સંડોવણી છે ? પાકિસ્તાની અબ્દુલ્લા, અન્ય જેલમાં કેદ મેરાજ, ચીફ ઓબોન્ના અને વૉન્ટેડ આફ્રિકન મહિલા બોંગાની થાન્ડીસે ઉર્ફે અનિતાનો સંપર્ક કર્યો તે મોબાઈલ ફોન અને સીમકાર્ડ હાલ કયાં છે ? આ તમામ માહિતી મેળવવા માટે ગુજરાત એટીએસના અધિકારી (Gujarat ATS Officers) ઓ કામે લાગી ગયા છે.

આ પણ વાંચો : ATIQ ની સાથે IPS ઓફિસરનો ઘરોબો છતાં હવાલદારે દમ બતાવ્યો

Tags :
Drug NetworkGujarat ATSLawrence BishnoiPakistan ConnectionPunjab
Next Article
Home Shorts Stories Videos