Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kuchh: જખૌ ડ્રગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ 4 દિવસના રિમાન્ડ પર

અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ અબડાસા તાલુકાના જખૌ નજીક પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલાં 250  કરોડના ડ્રગ્સ કેસ (Jakhou drug case) માં પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની ગુજરાત ATSએ ફરી ધરપકડ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. 250 કરોડનું ડ્રગ પકડાયું...
kuchh  જખૌ ડ્રગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ 4 દિવસના રિમાન્ડ પર
અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ
અબડાસા તાલુકાના જખૌ નજીક પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલાં 250  કરોડના ડ્રગ્સ કેસ (Jakhou drug case) માં પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની ગુજરાત ATSએ ફરી ધરપકડ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.
250 કરોડનું ડ્રગ પકડાયું હતું.
 ઉલ્લેખનીય છે કે ગત ૧૪-૦૯-૨૦૨૨ના રોજ ATSએ જખૌ નજીક સમુદ્રમાં ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટમાં સવાર ૬ શખ્સો સાથે 250 કરોડના મૂલ્યનું ૩૮.૯૯૪ કિલોગ્રામ હેરોઈન ઝડપ્યું હતું. આ હેરોઈનની ડિલિવરી જખૌ નજીક મીઠા પોર્ટ પાસે થવાની હતી. ક્રાઈમ બ્રાન્ચે સમુદ્રમાં હાથ ધરેલા ઓપરેશનની સમાંતર અમદાવાદની એક હોટેલમાં ઓપરેશન હાથ ધરી પંજાબના બે શખ્સો સરતાજ સલીમ મલિક અને મોહમ્મદ શફી ઊર્ફે જગ્ગીસિંઘની ધરપકડ કરી હતી. બંનેની પૂછતાછમાં કપૂરથલા જેલમાં બંધ સરતાજના સાળા મેહરાજ રેહમાની, અમૃસર જેલમાં બંધ નાઈજીરીયન નાગરિક ચીફ ઓબન્ના અને અન્ય એક નાઈજીરીયન મહિલા અનિતા ઊર્ફે ઓન્ગની થેન્ડીલની સંડોવણી સામે આવી હતી
સૂત્રધાર તરીકે લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું
આરોપીઓની પૂછતાછમાં સૂત્રધાર તરીકે લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. લોરેન્સ અને ચીફ ઓબન્ના વતી નાઈજીરીયન મહિલા ડ્રગ્સ ટ્રાફિકીંગનું સંકલન કરતી હતી. આ ગુના સબબ ATSએ ગત ૨૫ એપ્રિલના રોજ લોરેન્સની ધરપકડ કરી તેના ૧૪ દિવસના રીમાન્ડ મેળવ્યાં હતાં. આજ કેસમાં ફરી લોરેન્સને આજે નલિયાની કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજુર થયા હોવાનું લોરેન્સના સિનિયર વકીલ હિતેન સોલંકીએ જણાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.