Gandhinagar: સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું PM Narendra Modi કરશે ઉદ્ઘાટન
ગુજરાતના બે દિવસય પ્રવાસે છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે . ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો પેનલ સાથે ચર્ચા કરવામાં આવશે.
સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
રાજ્ય સરકારે સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકાર દ્વારા સેમીકન્ડક્ટર પોલિસી (2022-2027) જાહેર કરવામાં આવી છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ક્ષેત્ર માટે IT,ITes પોલિસી જાહેર કરી છે.
સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન યોજાશે
ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે. આ એક રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવાથી સેમીકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો લાભ મળશે. સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે.
ગુજરાત સરકારે ₹ 22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે mou સાઇન કર્યા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન, અમેરિકન પ્રમુખ જો બાઇડેને માઇક્રોન ટેક્નોલોજી કંપની દ્વારા ભારતમાં સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ (ATMP) ફેસેલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઓમાંની એક એવી સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે ₹22,500 કરોડ કરતાં વધુના પ્રોજેક્ટ માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. આ રોકાણ દ્વારા ATMP ફેસેલીટી શરૂ કરવા ગુજરાતના સાણંદની પસંદગી કરવામાં આવી છે.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ સરકારના મંત્રીમંડળના સભ્યો સાથે કરશે ભોજન
ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો અને ભાજપના મહત્વના પદાધિકારીઓ સાથે બપોરનું ભોજન કરશે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બપોરના ભોજન માટેની રાઉન્ડ ટેબલની વ્યવસ્થાથી માડીને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત આવતી કાલે યોજાશે..2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આવતી કાલે બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
આ પણ વાંચો-દામોદર કુંડના પુલની દિવાલ ધરાશાયી, કુંડમાં રેતી પથ્થર ભરાયા, તિર્થઘાટ પરના ઓરડાઓમાં ભારે નુકશાની