Gandhinagar : ન. પા. વોર્ડ નંબર 3 નાં BJP ઉમેદવારને લઈ કોંગ્રેસનાં આકરા પ્રહાર
- કોંગ્રેસનાં પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ, ભાજપ સરકાર પર પ્રહાર
- ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નં. 3 ના ઉમેદવાર ખોટા ડોક્યુમેન્ટ પર ચૂંટણી જીત્યાનો આરોપ
- નગરપાલિકાના વોર્ડ નંબર 3 પર ભાજપનાં ભરત ગોહિલ ખોટી રીતે જીત્યા : દોશી
- મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ : મનીષ દોશી
ગાંધીનગર (Gandhinagar) નગરપાલિકાનાં વોર્ડ નંબર 3 ની બેઠકને લઈ કોંગ્રેસ પાર્ટીએ સત્તારૂઢ ભાજપા સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગાંધીનગર નગરપાલિકાનાં વોર્ડ નંબર 3 ની અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક પર ચૂંટણીને (Municipality Election) લઈ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, નગરપાલિકાના વોર્ડ નં. 3 ની બેઠકનાં ભાજપ તરફી ઉમેદવાર અનુસૂચિત જનજાતિનાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસે આ મામલે યોગ્ય તપાસ અને મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો - Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાએ HC નાં સ્ટે છતાં મંજૂર કર્યા પ્લાન! ખુલ્યો વધુ એક કાંડ!
નગરપાલિકાની વોર્ડ નં. 3 ની ચૂંટણીને લઈ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગાંધીનગર નગરપાલિકાનાં વોર્ડ નંબર 3 ની બેઠક અનુસૂચિત જનજાતિ (Scheduled Tribes) માટે આરક્ષિત છે. આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર ભરત ગોહિલ જે રાજસ્થાની છે અને વર્ષ 2016 માં તેમણે ગુજરાતમાંથી અનુસૂચિત જનજાતિ માટેનું પ્રમાણ પત્ર મેળવ્યું હતું અને તેની સાથે અન્ય ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને નગરપાલિકાની વોર્ડ નં. 3 ની ચૂંટણીમાં જીત્યા હતા. જો કે, જે તે સમયે કોંગ્રેસનાં ઉમેદવાર મેહુલ ગામિતે આ ચૂંટણીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, વર્ષ 2018 માં સરકારે એક કાયદો બહાર પાડ્યો હતો. ચૂંટણીમાં રજૂ કરાયેલા પ્રમાણપત્રની ચકાસણી કરવાનું કામ સરકારનાં વિભાગનું છે. કલેક્ટર ગાંધીનગર (Gandhinagar) અને રાજ્ય ચૂંટણી પંચની આ જવાબદારી હોય છે.
- કોંગ્રેસનાં પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ, ભાજપ સરકાર પર પ્રહાર
- ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નં. 3 ના ઉમેદવાર ખોટા ડોક્યુમેન્ટ પર ચૂંટણી જીત્યાનો આરોપ
- નગરપાલિકાના વોર્ડ નંબર 3 પર ભાજપનાં ભરત ગોહિલ ખોટી રીતે જીત્યા : દોશી
- કોંગ્રેસના મેહુલ ગામીતે આ ચૂંટણી સમયે વિરોધ કર્યો હતો:…— Gujarat First (@GujaratFirst) August 5, 2024
આ પણ વાંચો - અમદાવાદ યુનિવર્સિટીમાં NSUI ના સભ્યો મોટી સંખ્યામાં પહોંચ્યા, સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો ઊગ્ર વિરોધ
'ભાજપના ઉમેદવારે ચૂંટણી સમયે ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હતા'
મનીષ દોશીએ (Manish Doshi) આગળ કહ્યું કે, કોંગ્રેસ ઉમેદવારને માહિતી ના આપવા માટે ઘણા કાવાદાવા કરવામાં આવ્યા હતા. નકલી અનુસૂચિત જનજાતિનાં ભાજપનાં કાઉન્સિલર બન્યા હતા. સરકારનાં દબાણ હેઠળ કમિટીએ તમામ રિપોર્ટ તૈયાર કર્યા છે. પરંતુ, આ રિપોર્ટની જાહેરાત કરવામાં આવતી નથી. કોંગ્રેસનાં (Congress) ઉમેદવારને કેમ માહિતીઓ આપવામાં આવતી નથી..? મનીષ દોશીએ આગળ કહ્યું કે, અમારી માગ છે કે સરકાર રિપોર્ટનાં અહેવાલને પ્રસારિત કરે અને ખોટા પુરાવાથી સરકારી લાભો મેળનાર સામે કાર્યવાહી થાય. કોંગ્રેસે આ સાથે માગ કરી કે મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો - Gondal : રમણીય વિસ્તાર વચ્ચે આવેલું છે 350 વર્ષ જૂનું સુરેશ્વર મહાદેવ મંદિર, જાણો શું છે માન્યતા ?