Gandhinagar: ઈલેક્ટ્રીક ડીપીમાં આગ લાગ્યા બાદ ગેસના બાટલામાં બ્લાસ્ટ
- ગાંધીનગરના સેક્ટર- 4 ખાતે ગેસના બાટલામાં બ્લાસ્ટ
- ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગ્યા બાદ ગેસના બાટલામાં બ્લાસ્ટ
- આગ પર કાબુ મેળવવા આવેલ 4 ફાયર ફાયટરો ઇજાગ્રસ્ત
ગાંધીનગર સેક્ટર-4 ખાતે ઈલેક્ટ્રિક ડીપીમાં આગ લાગ્યા બાદ પાસે પડેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. આગ ઓલવવા આવેલ ફાયરના 4 ફાઈટરો બ્લાસ્ટનાં કારણે દાજી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલ ફાયર ફાઈટરનાં માણસોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગેસ સિલિડર હોવાના કારણે તેમાં બ્લાસ્ટ થયો
સેક્ટર 4 ના ઈલેક્ટ્રિક ડીપીમાં સૌ પહેલા આગ લાગવાની ઘટના બની હતી. ફાયર ફાઈટરો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતું આગ લાગવાની ઘટના પાસે જ ગેસ સિલિડર હોવાના કારણે તેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થવાના કારણે આગ પર કાબુ મેળવવા આવેલ 4 ફાયર ફાઈટરનાં જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચોઃ Surat : ઝેરી પાણીથી રત્ન કલાકારોની તબિયત લથડવા મામલે આરોપીની ધરપકડ, ચોંકાવનારો ખુલાસો!
ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા
મોડી રાત્રે એકાએક મોટો બ્લાસ્ટ થવાનો અવાજ આવતા આજુબાજુનાં રહીશો કુતૂહલ સાથે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઘાયલોને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ઐવા હતા.
આ પણ વાંચોઃ Saint Rishi Bharti Bapu સાથે Gujarat First ની EXCLUSIVE વાતચીત, કોળી સમાજને કરી ટકોર!