ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar: ADC બેંકના શતાબ્દી સમારોહ,નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું:અમિત શાહ

ADC બેંકની શતાબ્દી સમારોહ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિતિમાં યોજશે શતાબ્દી સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા  રહ્યા ઉપસ્થિત ADC બેંકના 100 વર્ષની સફળતાના 100 ઉપલબ્ધિ લેખા જોખા મોટી સંખ્યામાં બેંક...
01:35 PM Oct 04, 2024 IST | Hiren Dave

 

Gandhinagar :ગાંધીનગર (Gandhinagar) માં મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ સંચાલવક મંડળને અભિનંદન પાઠવ્યા હતા.

ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી: શાહ

સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ સંચાલવક મંડળને અભિનંદન પાઠવું છું, 100 કરોડના નફા સાથે સૌથી મજબૂત ADC બેંક, ADC બેન્કે 100 વર્ષ પૂર્ણ કર્યા તે મહત્વની બાબત છે. આ સાથે વધુમાં અમિત શાહે શ્યામજી કૃષ્ણવર્માને શ્રદ્ધાંજલિ આપી હતી. ADC બેંકની સ્થાપનાએ નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું છે. આથી તમામ ADC બેંકના સંચાલવક મંડળને અભિનંદન... બેંકના ચેરમેનને ખૂબ - ખૂબ શુભેચ્છાઓ...આવનારા 100 વર્ષોમાં આ યોગદાન ઘણું વધશે, અનેક મંડળીઓ માટે બેન્કે અજવાળું પાથર્યું છે.

આ પણ  વાંચો -Gandhinagar: અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ

CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

Gandhinagar માં ADC બેન્ક સ્થાપના 100 વર્ષની ઉજવણી કરવામાં આવી છે.આ શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં બેંક સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ADC બેંક નફો કરતી બેંક થઇ ગઇ છે. અમિત શાહના કારણે બેંક ખોટમાંથી નફો કરતી થઇ છે. સહકારી બેંકોમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો કરાયા છે. PM મોદીએ વિકાસના દરેક કામમાં લોકોને જોડ્યા છે. લોકોનો વિકાસ અને ભરોસો કેળવી જવાબદારી સંભાળી છે. રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે ADCએ 100 વર્ષ પૂર્ણ કર્યા તે પ્રશંસનીય છે. સહકાર મંત્રાલય પ્રથમવાર બન્યું અને અમિત શાહને સોંપાયું. બેંકના ચેરમેન તરીકે અમિતભાઈ રહ્યા છે. અમિતભાઈએ સહકારી માળખાને નવી દિશા અપાવી છે.

આ પણ  વાંચો -Garba permission:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવા?

ADC બેંકના ચેરમેન નિવેદન

અમિતભાઈના નેતૃત્વથી બેંકની પ્રગતિ ADC બેંકના ચેરમેન અજય પટેલે જણાવ્યું કે 2000માં, જ્યારે અમિતભાઈએ બેંકનું સુકાન સંભાળ્યું, ત્યારે બેંકની સ્થિતિ નબળી હતી. તેમણે પ્રથમ વર્ષે જ બેંકને નફો કરતી બનાવી અને સભાસદોને ડિવિડન્ડ આપવાનું શરૂ કર્યું. અમિતભાઈએ જે સપનું જોયું હતું, તે હવે પૂર્ણ થઈ રહ્યું છે. એમણે સહકારના સાત સિદ્ધાંતોને સમાર્થિત કર્યા અને આ સિદ્ધાંતોના આધારે સમાજને સહકારના ભાગીદાર બનાવ્યા. માધુપુરા બેંકની કરુણ ઘટનાના સમય પર, અમિતભાઈએ પુરા સહકારી સેક્ટરને બચાવ્યું અને જરૂરી સુધારા કર્યા. સહકાર અને સહકારી બેંકોમાં નવી દિશા 1925માં સ્થાપિત થયેલી ADC બેંક, એક નાના છોડથી એક વટવૃક્ષ બની ગઈ છે. 2000 પહેલા કો-ઓપરેટિવ ક્ષેત્રની સ્થિતિ ઘણી કઠિન હતી, પરંતુ અમિતભાઈની કુનેહ અને નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આજના સમય સુધી સહકારી ક્ષેત્રે અત્યંત પ્રગતિ થઈ છે. ગુજરાતના સફળ મોડેલને આખા દેશમાં લાગુ કરવાનો અમિતભાઈનો વિચાર આદરણીય છે. 21.44 લાખ નવા બેંક અકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને 6 હજાર કરોડથી વધુ ડિપોઝિટ વધારી છે. સહકારના ફાળાનો ભારતીય વિકાસમાં મહત્વનો ફાળો

અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ

ગાંધીનગર (Gandhinagar) ના અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને CMએ આરોગ્યધામ નિરીક્ષણ પણ કર્યું હતું. 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના અડાલજ ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલી હીરામણી આરોગ્યધામનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય: શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે, હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય થયું છે. નરહરી અમીને રાજનીતિના ઉતાર ચઢાવ જોયા, નરહરી અમીન રાજનીતિમાં હંમેશા સ્થિર રહ્યા. હીરામણી આરોગ્ય ધામમાં તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે છે. તમામ વર્ગના લોકો માટે હીરામણી આરોગ્ય ધામ...60 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે. 75 હજાર મેડિકલ બેઠકો વધશે. ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે.

Tags :
100 years100YearsOfADCBankADC BankAMITSHAHAmitShahinGujaratBhupendrapbjpCelebratingCentenary functionCentenaryCelebrationCommunityGrowthCooperation Minister Jagadish Vishwakarma CM Bhupendra PatelCooperativeSectorCooperativeSuccessGandhinagarGandhinagarEventsGujaratDevelopmentGujaratFirstMahatma MandirMahatmaMandirTrustInBanking
Next Article