સુરતમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તડામાર તૈયારી
બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં યોજાનારા દિવ્ય દરબાર માટે તડામાર તૈયારી થઇ રહી છે. સુરતમાં લીંબાયત નીલગીરી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ મેદાનમાં સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા કાર્યક્રમ યોજવામાં આવશે. લીંબાયત નીલગીરી મેદાન ખાતે ભવ્ય...
Advertisement
બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં યોજાનારા દિવ્ય દરબાર માટે તડામાર તૈયારી થઇ રહી છે. સુરતમાં લીંબાયત નીલગીરી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ મેદાનમાં સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા કાર્યક્રમ યોજવામાં આવશે.
લીંબાયત નીલગીરી મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ
અનેક ચર્ચાઓ વચ્ચે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે. રાજ્યમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમના દિવ્ય દરબારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં દિવ્ય દરબાર માટે તડામાર તૈયારી થઇ રહી છે. સુરતની બાગેશ્વર સરકાર આયોજન સુરત સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લીંબાયત નીલગીરી મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.
૨૦ બ્લોક બનાવવામાં આવશે
આગામી તારીખ 26 અને 27 મે ના રોજ સુરતમાં કાર્યક્રમ યોજાશે. મેદાનમાં સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે. ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે પ્લાન તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે વિશાળ એવા ૧૬+૪ એટલે કે ૨૦ બ્લોક બનાવવામાં આવશે અને કુલ ૭,૨૦,૦૦૦ સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવશે. ૨૦ બ્લોકમાં ટોટલ ૧,૭૫,૦૦૦ શ્રોતાઓની બેઠક વ્યવસ્થા કરાશે.
૧૦૦×૪૦ ફૂટનું ભવ્ય સ્ટેજ
શ્રોતાઓ માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવશે. ભક્તો માટે કુલ ૬ જગ્યાએ નિશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે. ઉપરાંત ૧૦૦×૪૦ ફૂટનું ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે તથા ૫૦૦૦ સ્ક્વેર ફૂટ થી વધારે જગ્યાને કવર કરતા LED સ્ક્રીન પણ લગાવાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ