CM યોગી, રાહુલ ગાંધીથી લઈને ઘણા નેતાઓના Blue Ticks ગાયબ
ટ્વિટરે હવે વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી Blue Ticks હટાવવાનું શરૂ કરી દીધું છે. 21 મી એપ્રિલની તારીખ શરૂ થતાની સાથે જ અનેક સેલિબ્રિટીઓના પર્સનલ એકાઉન્ટમાંથી Blue Tick ગાયબ થઈ ગઈ છે. વ્યક્તિગત એકાઉન્ટ્સ માટે Twitter દ્વારા પહેલાથી જ આપવામાં આવેલ ફ્રી Blue Tick વેરિફિકેશનની લેગેસી દૂર કરવામાં આવેલ છે. હવે પર્સનલ એકાઉન્ટ પર Blue Tick ચાલુ રાખવા માટે એક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં, ટ્વિટર ફક્ત તે જ એકાઉન્ટ્સમાંથી Blue Tick હટાવી રહ્યું છે જેમાંથી ચુકવણી પ્રાપ્ત થઈ નથી.
નેતા હોય, અભિનેતા હોય, રમતવીર હોય કે સંસ્થા હોય, દરેકની 'લેગેસી' પળવારમાં નાશ પામી છે. યોગી આદિત્યનાથથી લઈને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, નીતીશ કુમાર એવા નેતાઓમાં સામેલ છે જેઓના Blue Tick ગાયબ થઈ ગયા છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે યુઝર્સની બ્લુ ટિક દૂર કરવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બ્લુ ટિક પણ પાછી ખેંચી લીધી છે.
ટ્વિટરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એકાઉન્ટ પરથી બ્લુ ટિક પણ હટાવી દીધું છે. ટ્વિટરે તે યુઝર્સની બ્લુ ટિક પાછી ખેંચી લીધી છે જેમણે તેના માટે ચૂકવણી નથી કરી. કોંગ્રેસના નેતાએ હવે બ્લુ ટિક માટે પૈસા ચૂકવવા પડશે.
માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ છે, જેની બ્લુ ટિક પાછી ખેંચી લેવામાં આવી છે. ટેસ્લા મેન એલોન મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું. આ પછી, બ્લુ ટિક માટે નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના ટ્વિટર હેન્ડલ પરથી પણ બ્લુ ટિક ગાયબ છે. ટ્વિટરે કહ્યું હતું કે જે લોકો તેની કિંમત ચૂકવશે તેમની બ્લુ ટિક પરત લેવામાં આવશે નહીં. ઘણા એવા નેતાઓ છે જેમની બ્લુ ટિક પરત લેવામાં આવી નથી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ તેમની ટ્વિટર બ્લુ ટિક ગુમાવી દીધી છે. ઈલોન મસ્કનું ટ્વિટર ખરીદ્યા બાદ તેણે બ્લુ ટિક માટે પૈસા લેવાનું શરૂ કરી દીધું છે.
ટ્વિટરે સૌપ્રથમ વખત 2009 માં બ્લુ ટિક સિસ્ટમ રજૂ કરી હતી જેથી Users ઓળખવામાં મદદ કરી શકે કે સેલિબ્રિટીઓ, રાજકારણીઓ, કંપનીઓ અને બ્રાન્ડ્સ, સમાચાર સંસ્થાઓના એકાઉન્ટ અસલી છે કે નહીં, નકલી કે પેરોડીઝ નથી. અગાઉ કંપની વેરિફિકેશન માટે કોઈ ફી લેતી ન હોતી.
આ પણ વાંચો - રાહુલ ગાંધીએ કર્યું એવું કે લોકો થયા સ્તબ્ધ, કોંગ્રેસ પાર્ટીએ કર્યું ટ્વિટ