Delhi ના ચાંદની ચોકમાં French Ambassador ના મોબાઈલની ચોરી, પોલીસે કડક કાર્યવાહી કરી
- Delhi માં અપરાધની ઘટનાઓ વધી
- ફ્રેન્ચ એમ્બેસેડરનો મોબાઈલ ચોરાયો
- પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
દેશની રાજધાની દિલ્હી (Delhi)માં આ દિવસોમાં અપરાધની ઘટનાઓ વધી રહી છે. પાટનગર વિસ્તારમાં ચોરી, હત્યા અને લૂંટના બનાવો અવારનવાર સામે આવે છે. અત્યાર સુધી આ સમાચાર સામાન્ય લોકો વિશે આવતા હતા. જો કે આશ્ચર્યની વાત એ છે કે દેશની રાજધાનીમાં ફ્રેન્ચના રાજદૂત પણ સુરક્ષિત નથી. દિલ્હી (Delhi)ના ચાંદની ચોક જેવા પ્રખ્યાત વિસ્તારમાં ફ્રેન્ચના રાજદૂતનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો છે.
હકીકતમાં, ભારતમાં ફ્રેન્ચના રાજદૂત ડૉ. થિયરી મથાઉએ 20 ઓક્ટોબરે ઈ-ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તેનો મોબાઈલ દિલ્હી (Delhi)ના ચાંદની ચોક વિસ્તારમાં જૈન મંદિર પાસે ખોવાઈ ગયો હતો. આ મામલામાં દિલ્હી (Delhi) પોલીસે કડક કાર્યવાહી કરીને 4 લોકોની ધરપકડ કરી છે. દિલ્હી (Delhi) પોલીસે કહ્યું છે કે મોબાઈલ ફોન મળી આવ્યો છે.
આ પણ વાંચો : UP : યોગી સરકારની સરકારી કર્મચારીઓને Diwali ની ભેટ, આ દિવસે રજા આપવામાં આવી...
ચાંદની ચોકમાં ચોરી થયો ફોન...
આ ઘટના 20 ઓક્ટોબરે એટલે કે આજથી 10 દિવસ પહેલા ફ્રેન્ચ એમ્બેસેડર થિયરી મથાઉ સાથે બની હતી. ચાંદની ચોકમાં મથાઉનો ફોન ચોરાઈ જતા જ દિલ્હી (Delhi) પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે CCTV કેમેરા તપાસી ટીમ બનાવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. આરોપીઓ ટ્રાન્સ-યમુના વિસ્તારના રહેવાસી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : West Bengal : વધુ એક શરમજનક ઘટના, ડૉક્ટરે પેશન્ટને બેભાન કરી આચર્યું દુષ્કર્મ
પોલીસે ફોન ચોરીના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી...
પોલીસે ચાંદની ચોક માર્કેટમાંથી ભારતમાં ફ્રેન્ચ એમ્બેસેડર થિયરી મથાઉના મોબાઈલ ફોનની ચોરી કરવા બદલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી ચોરેલો મોબાઈલ ફોન રીકવર કર્યો છે. 20 ઓક્ટોબરે થિએરી મથાઉ તેની પત્ની સાથે ચાંદની ચોક માર્કેટની મુલાકાત લેવા આવ્યો હતો, જ્યારે કોઈએ તેના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી લીધો હતો. તેણે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. ઉત્તરી જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે 20 ઓક્ટોબરે ચાંદની ચોક માર્કેટમાંથી ફ્રેન્ચ રાજદૂત થિયરી મથાઉનો મોબાઈલ ફોન ચોરાઈ જવાની ફરિયાદ મળી હતી.
આ પણ વાંચો : દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ! લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી