Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ceasefire : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામનો અમલ, 25 લોકોને કરાયા મુક્ત

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર શુક્રવાર (24 નવેમ્બર)થી શરૂ થયો હતો. આ અંતર્ગત ગાઝામાં હમાસ દ્વારા બંધકોના પ્રથમ ગૃપને મુક્ત કરવામાં આવ્યું છે. પ્રથમ જૂથમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકો ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ, બંધકોનું પ્રથમ...
11:34 PM Nov 24, 2023 IST | Vipul Pandya

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર શુક્રવાર (24 નવેમ્બર)થી શરૂ થયો હતો. આ અંતર્ગત ગાઝામાં હમાસ દ્વારા બંધકોના પ્રથમ ગૃપને મુક્ત કરવામાં આવ્યું છે.

પ્રથમ જૂથમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકો

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ, બંધકોનું પ્રથમ જૂથ હાલમાં રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિના સ્ટાફ સાથે છે. તેમને દક્ષિણ ગાઝાથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે અને રફાહ ક્રોસિંગ દ્વારા ઈઝરાયેલમાં દાખલ કરવામાં આવશે. કરાર હેઠળ, પ્રથમ જૂથમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકો છે. આ સિવાય 12 થાઈ નાગરિકોને પણ મુક્ત કરવામાં આવ્યા છે.

થાઈલેન્ડના વડા પ્રધાને કરી પુષ્ટિ

થાઈલેન્ડના વડા પ્રધાન શ્રેથા થવિસિને સોશિયલ મીડિયા પર લખ્યું કે સુરક્ષા વિભાગ અને વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે 12 થાઈ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. દૂતાવાસના અધિકારીઓ તમામનો કબજો લઇ લેશે.

50 લોકોને ચાર દિવસમાં મુક્ત કરાશે

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં ગાઝામાં બંધક બનાવવામાં આવેલા 50 લોકોની મુક્તિનો સમાવેશ થશે. આ 50 લોકોને ચાર દિવસમાં મુક્ત કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામ અમલમાં રહેશે. કતાર, ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલા આ સોદાને તાજેતરમાં ઇઝરાયેલી કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વીર સહિત ઇસાકના દૂર-જમણેરી ઓત્ઝમા યેહુદિત પક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામ

ઇઝરાયેલ સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, "સરકારે આ લક્ષ્યને હાંસલ કરવાના પ્રથમ તબક્કાની રૂપરેખાને મંજૂરી આપી છે, જે મુજબ ઓછામાં ઓછા 50 બંધકો (મહિલા અને બાળકો)ને ચાર દિવસમાં મુક્ત કરવામાં આવશે." આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામ રહેશે. દરેક 10 વધારાના બંધકોને મુક્ત કરવાથી વધુ એક દિવસની રાહત મળશે.

પ્રથમ વખત યુદ્ધવિરામ

અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં ગાઝાના 14 હજાર 800થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઈઝરાયેલમાં 1 હજાર 200 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે યુદ્ધવિરામ થયો છે.

આ પણ વાંચો----CHINA NEWS : દવાઓનો ઉપયોગ કોરોનાની જેમ ખતરનાક સાબિત ? રહસ્યમય ન્યુમોનિયા સંબંધિત થયો મોટો ઘટસ્ફોટ

Tags :
ceasefireInternational NewsIsrael and HamasIsrael and Hamas War
Next Article