Ahmedabad : કઠવાડામાં છેતરપિંડી આચરનારા સારથી એનેક્ષી સ્કીમના ચાર બિલ્ડરની ધરપકડ
અહેવાલ--- પ્રદિપ કચિયા, અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી સારથી એનેક્ષી નામની સ્કીમના ચાર બિલ્ડરોએ મળીને જે દુકાન અસ્તિત્વમાં નથી તે દુકાનના બનાવટી દસ્તાવેજ બનાવી રૂપિયા 46 લાખની છેતરપીડી કરી હોવાની ફરિયાદ EOW ખાતે નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ...
08:07 PM Sep 30, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--- પ્રદિપ કચિયા, અમદાવાદ
શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી સારથી એનેક્ષી નામની સ્કીમના ચાર બિલ્ડરોએ મળીને જે દુકાન અસ્તિત્વમાં નથી તે દુકાનના બનાવટી દસ્તાવેજ બનાવી રૂપિયા 46 લાખની છેતરપીડી કરી હોવાની ફરિયાદ EOW ખાતે નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખોટા વેચાણ દસ્તાવેજો ઊભા કરી છેતરપિંડી કરી
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા કઠવાડા ખાતે સારથી એનેક્ષી નામની સ્કીમ પર એક વ્યક્તિ દુકાન ખરીદવા માટે જાય છે. જ્યાં દુકાન સેમ્પલ તરીકે બતાવવામાં આવે છે અને દસ્તાવેજોની અંદર જે દુકાન નુ નામ લખાઇને આવે છે. ત્યાં હકીકતમાં દુકાન નથી હોતી અને તે જગ્યા પર કોઈ ફ્લેટ હોય છે. સારથી એનેક્સી સ્કીમના એફ અને જી બ્લોકના પ્રથમ માળે દુકાન બતાવી ફરિયાદીને ફ્લેટના એ અને ઈ બ્લોકના પ્રથમ માળે દુકાનો ન હોવા છતાં ખોટા વેચાણ દસ્તાવેજો ઊભા કરી છેતરપિંડી કરી હતી. ફરિયાદીને ખોટા દસ્તાવેજો આપી કુલ 45 લાખ 85 હજારની છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદીને જાણ થતાં આર્થિક ગુના નિવારણ સાખામાં ફરિયાદ નોધાવવામાં આવી હતી.

દુકાનની જગ્યા પર ફ્લેટ હતા
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ફરિયાદ નોંધતા સારથી એનેક્સી સ્કીમના માલિક પિતા પુત્ર સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઉમેશ રાઠોડ, બાબુ પટેલ, રાજેશ રાઠોડ અને નરસિંહ રાઠોડની ધરપકડ કરી છે. જેમાં તપાસ દરમિયાન આ ગુનાહિત કાવતરું વિશ્વાસમાં લઈને કરવામાં આવ્યું હતું. જે દુકાન બતાવવામાં આવી અને બ્રોસર જે બતાવવામાં આવ્યું તેની જગ્યા પર અન્ય જગ્યાની દુકાનોના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. જેની ફરિયાદીને જાણ થતાં તપાસ માટે ગયા ત્યારે ત્યાં દુકાનની જગ્યા પર ફ્લેટ હતા. અને તે દુકાન અગાઉ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી.
તપાસ દરમિયાન વધારે ખુલાસા થાય તેવી શક્યતા
Eow દ્વારા ધરપકડ કરવામાં આવેલા સારથી એનેક્ષીના માલિક સામે આ સ્કીમમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે. હજુ તપાસ દરમિયાન વધારે ખુલાસા થાય તેવી શક્યતા લાગી રહી છે.