Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pune : વીજળી ગુલ કરી ભૂતપૂર્વ કોર્પોરેટરની ફાયરિંગ કરી હત્યા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પુણેમાં ચોંકાવનારી ઘટના ભૂતપૂર્વ કોર્પોરેટર વનરાજ આંદેકરની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા ફાયરિંગ કરતા પહેલા વિસ્તારમાં વીજળી ગુલ કરી દેવાઇ Pune : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પુણે (Pune) માં બનેલી ચોંકાવનારી ઘટનાની સનસનાટી મચી ગઇ છે....
07:40 AM Sep 02, 2024 IST | Vipul Pandya
PUNE MURDER

Pune : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પુણે (Pune) માં બનેલી ચોંકાવનારી ઘટનાની સનસનાટી મચી ગઇ છે. પૂણેમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના ભૂતપૂર્વ કોર્પોરેટરની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. જીવ ગુમાવનાર પૂર્વ એનસીપી કોર્પોરેટરનું નામ વનરાજ આંદેકર છે. વનરાજ પર પણ લાંબા બ્લેડવાળા ધારદાર હથિયાર વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં NCP નેતાનું મોત થયું હતું. પુણે પોલીસે કેસ નોંધીને આ સનસનાટીભર્યા ગુનાની તપાસ શરૂ કરી છે.

 પિસ્તોલ વડે વનરાજ પર ગોળીબાર કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના પુણેના નાના પેઠ વિસ્તારમાં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરે રવિવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ પિસ્તોલ વડે વનરાજ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં ઘાયલ અંદેકરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચો---Wolves In UP : 200 સૈનિકો, 55 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી, બહરાઈચમાં 7 વર્ષના બાળક પર હુમલો

હુમલાખોરે 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

ઘટના બાદ નાનાપેઠમાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વનરાજ પર હુમલો થયો ત્યારે તે નાના પેઠના ડોકે તાલીમ વિસ્તારમાં હતા. આ દરમિયાન હુમલાખોરે પિસ્તોલમાંથી પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વનરાજ પર ગોળીબાર કરતા પહેલા આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

પરસ્પર દુશ્મનાવટ કારણ હોઈ શકે છે

પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વનરાજને નજીકની KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વનરાજ આંદેકરની હત્યા પાછળનું કારણ પરસ્પર દુશ્મનાવટ અને વર્ચસ્વને લઈને ચાલી રહેલ વિવાદ પણ હોઈ શકે છે. પુણે પોલીસ હુમલાખોરોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ટીમો બનાવવામાં આવી છે.

રાજકારણમાં પરિવારના ઘણા સભ્યો

વનરાજ 2017ની પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. વનરાજની માતા રાજશ્રી આંદેકર અને કાકા ઉદયકાંત આંદેકર પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. વનરાજની બહેન વત્સલા અંદેકર પુણેના મેયર રહી ચૂક્યા છે.

પુણેની કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્ન

પુણેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાલમાં ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા કેટલાક નામચીન તત્વોએ પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો, જેમાં એપીઆઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગયા જાન્યુઆરીમાં હિસ્ટ્રીશીટર શરદ મોહોલ પર પણ હરીફ ગેંગ દ્વારા હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો----Hostel માંથી કથિત હાલતમાં દિલ્હીના IG ની પુત્રીનો મૃતદેહ મળ્યો

Tags :
Ajit-Pawar-NCPMaharashtraMurderPunePUNE MURDERPune PoliceSHOOT OUT
Next Article