Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ PM રાજીવ ગાધીની આજે 79મી જન્મજયંતિ, રાહુલ ગાંધીએ પિતાને આપી શ્રદ્ધાંજલિ

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. 1984 થી 1989 સુધી ભારતના 7મા વડાપ્રધાન તરીકે સેવા આપનાર રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. આજે તેમની 79મી જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેંગોંગ તળાવના કિનારે...
પૂર્વ pm રાજીવ ગાધીની આજે 79મી જન્મજયંતિ  રાહુલ ગાંધીએ પિતાને આપી શ્રદ્ધાંજલિ

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. 1984 થી 1989 સુધી ભારતના 7મા વડાપ્રધાન તરીકે સેવા આપનાર રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. આજે તેમની 79મી જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેંગોંગ તળાવના કિનારે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રાએ વીર ભૂમિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે.

Advertisement

રાહુલ ગાંધીની લદ્દાખની મુલાકાત

Advertisement

રાહુલ ગાંધી ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશની તેમની બે દિવસીય મુલાકાત શરૂ કરવા માટે લેહ પહોંચ્યા હતા, જેને બાદમાં તેમણે 25 ઓગસ્ટ સુધી લંબાવી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 અને 35(A) નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો, લદ્દાખ અને J&K માં વિભાજિત કર્યા પછી રાહુલ ગાંધીની લદ્દાખની આ પ્રથમ મુલાકાત છે. તેમણે શુક્રવારે લેહમાં યુવાનો સાથે વાતચીત કરી હતી. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી લેહમાં ફૂટબોલ મેચ પણ નિહાળશે. આ સિવાય સૂત્રોએ જણાવ્યું કે, તે 25 ઓગસ્ટે 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) - કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લેશે. 10 સપ્ટેમ્બરે યોજાનારી કારગિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે.

Advertisement

રાજીવ ગાંધીની જયંતી પર રાહુલ ગાંધીએ અગાઉ તેમના પિતાને યાદ કરીને ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ લખ્યું હતું, “પાપા, તમારી આંખોમાં ભારત માટે જે સપના હતા તે આ અમૂલ્ય યાદોથી છલકાય છે. તમારા નિશાન મારો માર્ગ છે - દરેક ભારતીયના સંઘર્ષ અને સપનાને સમજવું, ભારત માતાનો અવાજ સાંભળી રહ્યો છું."

રાજીવ ગાંધીની સરકારે ભારતની સશસ્ત્ર દળોને મજબૂત કરી

ભારતના પૂર્વ PM રાજીવ ગાંધીની હત્યાને 32 વર્ષ થઈ ગયા છે. 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન એલટીટીઈના આત્મઘાતી આતંકવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. તેમની માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ PM તરીકે રાજીવ ગાંધીનો કાર્યકાળ ઘણા અલગ-અલગ કારણોસર વિવાદોમાં રહ્યો હતો, પરંતુ ભારતની સશસ્ત્ર દળોને મજબૂત કરવા માટે, રાજીવ ગાંધીની સરકારે આવા નિર્ણયો લીધા, જે આજે પણ યાદ કરવામાં આવે છે. રાજીવ ગાંધીએ ભારતીય સેના માટે એવા શસ્ત્રો ખરીદ્યા હતા, જે આજે પણ આપણી સેનાનું પ્રાણ સમાન છે અને પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશોની સેનાઓ પણ આ શસ્ત્રોથી સ્તબ્ધ છે. જણાવી દઈએ કે, આવા સંરક્ષણ સોદા રાજીવ ગાંધીના સમયમાં થયા હતા, જેમણે ભારતીય દળોના સ્ટોકમાં આવા હથિયારો આપ્યા હતા, જેનો ભારત વર્તમાન સમયમાં પણ ઘણી સફળતા સાથે ઉપયોગ કરે છે.

રાજીવ ગાંધીએ દેશનું સંરક્ષણ બજેટ એટલું વધાર્યું હતું કે તે લગભગ બમણું થઈ ગયું હતું અને થોડા સમય માટે તે દેશના GDP ના 4 ટકા જેટલું થઈ ગયું હતું. કોઈ પણ વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન દેશનું સંરક્ષણ બજેટ ભાગ્યે જ GDP ના 4 ટકા સુધી પહોંચ્યું છે. જણાવી દઇએ કે, વર્ષ 1971 માં, ભારતે પાકિસ્તાનને હરાવીને તેની સેનાની સફળતાનો ઝંડો ચોક્કસપણે લહેરાવ્યો હતો, પરંતુ થોડા વર્ષો પછી, ભારતીય સશસ્ત્ર દળોના આધુનિકીકરણની જરૂરિયાત અનુભવાઈ.

આ પણ વાંચો - દેશના આગામી વડાપ્રધાન INDIA ગઠબંધનમાંથી હશે : પ્રિયંકા ચતુર્વેદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.