Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોએ આટલા કરોડનું રોકાણ કર્યું

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણ કરો વધ્યા બીજા સપ્તાહમાં રૂ. 16,881.03 કરોડનું રોકાણ કર્યું દેશના રોકાણ બજારોમાં મજબૂત સ્થિતિમાં Foreign investors :નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય શેરો પર તેમનું તેજીનું વલણ ચાલુ...
ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોએ આટલા કરોડનું રોકાણ કર્યું
  • ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણ કરો વધ્યા
  • બીજા સપ્તાહમાં રૂ. 16,881.03 કરોડનું રોકાણ કર્યું
  • દેશના રોકાણ બજારોમાં મજબૂત સ્થિતિમાં

Foreign investors :નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય શેરો પર તેમનું તેજીનું વલણ ચાલુ રાખ્યું હતું અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રૂ.16,881.03 કરોડનું રોકાણ કર્યું હતું. આ આંકડા 9 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર, 2024 વચ્ચે કરવામાં આવેલા રોકાણને આવરી લે છે.સપ્ટેમ્બર 11 ના રોજ સૌથી વધુ રોકાણ નોંધાયું હતું, જ્યારે FPIs એ ભારતીય શેરોમાં રૂ. 2,962.44 કરોડનું રોકાણ કર્યું હતું, જે દેશના investors બજારોમાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે.

Advertisement

સપ્ટેમ્બરમાં બજારમાં હકારાત્મક વલણ જોવા મળ્યા

આ સપ્તાહના રોકાણોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જોવા મળેલ હકારાત્મક વલણ ચાલુ રાખ્યું હતું, જે દરમિયાન FPIs એ કુલ રૂ. 10,980 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.નવા પ્રવાહ સાથે, સપ્ટેમ્બરમાં ભારતીય ઇક્વિટીમાં કુલ વિદેશી રોકાણ હવે રૂ. 27,861 કરોડ થયું છે, જે વૈશ્વિક રોકાણકારોના મજબૂત રસને દર્શાવે છે.

Advertisement

આ પણ  વાંચો -દેશના GDP ને લઈને RBI ગવર્નરનું નિવેદન, જાણો Shaktikanta Das દાસે શું કહ્યું..

બજારમાં સપ્તાહના નકારાત્મક સેન્ટિમેન્ટ પર ફરીથી નિયંત્રણ

 ભારતીય બજારોએ ગયા અઠવાડિયે નકારાત્મક સેન્ટિમેન્ટને દૂર કર્યું હતું.જે FII જાહેર કરવાના ધોરણો અને યુએસમાં મંદીના ભય પર સેબીની સમયમર્યાદાને કારણે પ્રેરિત હતું. અસ્થિરતા હોવા છતાં, DII અને FII ના પ્રવાહો હકારાત્મક રહ્યા હતા. મજબૂત ચોમાસું, અને તહેવારોની મોસમ દરમિયાન માંગમાં તેજીની અપેક્ષાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો, બજારનું ધ્યાન આગામી સપ્તાહે FOMC મીટિંગ પર રહેશે, જ્યારે સ્થાનિક બજારની દિશા પણ સ્થાનિક પર રહેશે કોર્પોરેટ આવક સતત FPI ના પ્રવાહો ભારતીય બજારોના વધતા આકર્ષણને પ્રતિબિંબિત કરે છે, મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ, કોર્પોરેટ અર્નિંગમાં સુધારો અને ઊભરતાં બજારો પ્રત્યે સકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટ. અગાઉ, ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં ચોખ્ખું વિદેશી રોકાણ ઘટીને રૂ. 7,322 કરોડ થયું હતું, જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી ઓછું માસિક રોકાણ હતું.

Advertisement

આ પણ  વાંચો -Adani Group ના સ્વિસ બેંક ખાતાઓ ફ્રીઝ! Hindenburg ના આક્ષેપો પર Adani એ કહ્યું- વાહિયાત...

ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારો વધ્યા

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ રૂ. 32,359 કરોડનું રોકાણ કર્યું ત્યારે જુલાઈની સરખામણીમાં ઘટાડો ખાસ કરીને તીવ્ર છે. NSDLના ડેટા અનુસાર, સમગ્ર ઓગસ્ટ દરમિયાન ભારતીય investors માર્કેટમાં વિદેશી રોકાણકારો મોટાભાગે ચોખ્ખા વેચાણકર્તા હતા.

Tags :
Advertisement

.