Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Food Delivery: હવે ટ્રેનમાં તમારી સીટ સુધી જમવાનું પહોંચાડશે Zomato

હવે તમે ટ્રેનમાં Zomato પહોંચાશે જમવાનું Zomato એ IRCTC સાથે હાથ મિલાવ્યો કોચ અથવા સ્ટેશનમાંથી ઓર્ડર કરી શકો છો ઝોમેટો હવે 100 થી વધુ રેલ્વે સ્ટેશનો પર સર્વિસ આપશે   Food Delivery: હવે તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે Zomato...
11:21 AM Sep 15, 2024 IST | Hiren Dave

 

Food Delivery: હવે તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે Zomato પર તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશો અને તમને તમારી સીટ પર જ ડિલિવરી મળશે. એપ દ્વારા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ચલાવતી કંપની Zomato એ આ સેવા માટે IRCTC સાથે હાથ મિલાવ્યો છે.

 

10 લાખથી વધુ ઓર્ડરની ડિલિવરી કરી ચુક્યું છે ઝોમેટો

કંપનીની આ સેવા દેશના ઘણા શહેરોમાં શરૂ થઈ ચૂકી છે. Zomato અનુસાર, તેની ટ્રેન ફૂડ ડિલિવરી સેવા દેશના 88 શહેરોમાં ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા, કંપનીએ અત્યાર સુધીમાં દેશના 100 થી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડ્યા છે. આ સેવા હેઠળ, રેલ્વે મુસાફરો મુસાફરી દરમિયાન તેમની મનપસંદ ડીશનો ઓર્ડર આપી શકે છે અને તે ડીશ તેમની સીટ પર પહોંચાડવામાં આવશે.

 

કોચ અથવા સ્ટેશન પરિસરમાંથી ઓર્ડર કરી શકો છો

ઝોમેટોએ આ સેવાને ‘Zomato – Food Delivery in Trains’ નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે તેની નવી સેવાનો લાભ ટ્રેનમાં મુસાફરી કરતા ગ્રાહકો તેમજ સ્ટેશન પર હાજર ગ્રાહકો લઈ શકશે. મતલબ કે, જો તમે કોઈ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છો અને તમને ભૂખ લાગી છે, તો તમે Zomato દ્વારા ત્યાં તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકો છો. તમારું મનપસંદ ભોજન આરોગવા માટે તમારે સ્ટેશનની બહાર જવાની જરુર રહેશે નહીં.

આ પણ  વાંચો -IPO: પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે 10 IPO

સીઈઓ ગોયલે આપી લેટેસ્ટ માહિતી

ઝોમેટોના સહ-સ્થાપક અને CEO દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક અપડેટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ઝોમેટો હવે 100 થી વધુ રેલ્વે સ્ટેશનો પર સીધા તમારા ડબ્બામાં ફૂડ ડિલિવરી કરી રહ્યું છે. IRCTC સાથેની અમારી ભાગીદારી બદલ આભાર. અમે પહેલાથી જ ટ્રેનો પર 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડ્યા છે. તમારી આગામી સફરમાં આને ટ્રાઈ કરો!

આ પણ  વાંચો -અચાનક ખાદ્યતેલમાં કસ્ટમ ડ્યુટી વધી! ડુંગળીને લઈને સરકારે કરી મોટી જાહેરાત

શુક્રવારે સ્ટોકમાં નોંધાયો હતો ઘટાડો

Zomato તેના વ્યવસાયને વિસ્તારવા માટે સતત નવીન સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ શેડ્યુલિંગ ઓર્ડરની સુવિધા શરૂ કરી છે. શુક્રવારે Zomatoનો શેર 3.66 ટકા ઘટીને રૂ. 273.50 પર બંધ થયો હતો.

 

Tags :
100stationsFood DeliveryinternetserviceTechnologytrainZomatoZomato Food Delivery in Trains
Next Article