Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ફલાવર શોની મુલાકાત લીધી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ વાઈબ્રન્ટ સમિટને લઈને ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે PM Modi દિલ્હી પરત ફરવાના હતા. જો કે વડાપ્રધાને અચાનક પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. PM Modi નો અચાનક અમદાવાદનો ફ્લાવર શૉ (Flower Show) જોવાનો કાર્યક્રમ...
pm modi   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ફલાવર શોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ વાઈબ્રન્ટ સમિટને લઈને ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે PM Modi દિલ્હી પરત ફરવાના હતા. જો કે વડાપ્રધાને અચાનક પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. PM Modi નો અચાનક અમદાવાદનો ફ્લાવર શૉ (Flower Show) જોવાનો કાર્યક્રમ ગોઠવાયો છે. જેના પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

VVIP ગેટ નંબર 5 થી ફ્લાવર શોમાં એન્ટ્રી કરી

તમને જણાવી દઈએ કે, વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન અને વિવિધ કાર્યક્રમોમાં દિવસભર વ્યસ્ત રહ્યા બાદ પીએમ મોદી (PM Modi) દિલ્હી રવાના થતા પહેલા અમદાવાદ ફ્લાવર શો (Flower Show)ની મુલાકાત લીધી હતી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના ફ્લાવર શો (Flower Show)ને સ્થાન મળ્યું છે. પીએમ મોદી (PM Modi) 20 ગાડીઓના કાફલા સાથે રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો (Flower Show) પહોંચ્યા હતા. અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ રવાના થયા હતા. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શો (Flower Show)ના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.

Advertisement

ફ્લાવર શો (Flower Show)માં અમદાવાદીઓનો ભારે ઉત્સાહ

મહત્વનું છે કે, દર વર્ષે અમદાવાદમાં ફ્લાવર શો (Flower Show)નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમદાવાદનાં ફ્લાવર શો (Flower Show) ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મહત્વનું છે કે આ રેકોર્ડ અગાઉ ચીનનાં નામે હતો. મહત્વનું છે કે, અમદાવાદમાં ફ્લાવર શો (Flower Show)માં અમદાવાદીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ ફ્લાવર શો ની મુલાકાત કરી ચુક્યા છે.

33 સ્કલ્પચર બનાવાયા

અમદાવાદ ખાતે AMC દ્વારા દર વર્ષે શિયાળામાં ફ્લાવર શો (Flower Show)નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પર 1 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો (Flower Show)નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ફ્લાવર શો (Flower Show)માં 5.45 કરોડનાં ખર્ચે 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Chhota Udepur News: શોલે સ્ટાઇલથી યુવક ચડ્યો પાણીની ટાંકી પર પણ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.