Assam માં Flood ના કારણે 48 લોકોના મોત, કાઝીરંગા નેશનલ પાર્કમાં 17 પ્રાણીઓ ડૂબ્યા, 72 ને બચાવાયા...
પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે, મણિપુર અને આસામ (Assam)માં પૂરની સ્થિતિ ગંભીર છે. બંને રાજ્યોમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે કારણ કે પૂરથી ઘરોને નુકસાન થયું છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે બુધવારે બે રાજ્યોમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુની કુલ સંખ્યા 48 પર પહોંચી ગઈ છે. આસામ (Assam) અને મણિપુર બંને રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે તમામ પૂર્વોત્તર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આર્મી, આસામ (Assam) રાઇફલ્સ, રાજ્ય પોલીસ, મણિપુર ફાયર સર્વિસ, NDRF અને SDRF ના જવાનો અને સ્થાનિક સ્વયંસેવકોએ પૂર પ્રભાવિત લોકોને બચાવવા તેમજ પેક્ડ પાણીની બોટલો અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા માટે બોટનો ઉપયોગ કર્યો હતો.
#WATCH | Assam: Flood-like situation remains grim in Nagaon, affecting the lives of several people. pic.twitter.com/bvEy9mDCfq
— ANI (@ANI) July 4, 2024
પૂરથી પીડિત આસામ (Assam)માં સ્થિતિ વણસી ગઈ છે. આ દરમિયાન કાઝીરંગા નેશનલ પાર્કમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં 17 વન્ય પ્રાણીઓ પાણીમાં ડૂબી ગયા, જ્યારે 72 પ્રાણીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. એક અધિકારીએ જણાવ્યું કે ગેંડાના વાછરડા અને હોગ ડીયર સહિત 17 જંગલી પ્રાણીઓ ડૂબી ગયા. તે જ સમયે, વન અધિકારીઓ દ્વારા 72 પ્રાણીઓને બચાવ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં 32 વન્ય પ્રાણીઓની સારવાર ચાલી રહી છે અને 25 અન્યને મુક્ત કરવામાં આવ્યા છે. આસામ (Assam)ના કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે, કારણ કે પાર્કના 173 ફોરેસ્ટ કેમ્પ હજુ પણ પૂર સામે ઝઝૂમી રહ્યા છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના ક્ષેત્ર નિર્દેશક સોનાલી ઘોષે જણાવ્યું હતું કે, ઉદ્યાનના અધિકારીઓ અને વન વિભાગે 55 હોગ ડીયર, બે સ્કોપ્સ ઘુવડ, એક ગેંડાનું બચ્ચું, એક ભારતીય સસલું, એક જંગલી બિલાડીને બચાવી લીધા છે.
Visited @kaziranga_ today to ensure implementation of Hon’ CM Sh @himantabiswa Sir’s directions regarding Animal Safety & Traffic Management.
Held discussions with Spl CS, Sh MK Yadava, Dir KNP, concerned SPs & DFOs.Visited flood affected areas. @DGPAssamPolice @assampolice pic.twitter.com/qADBnIp71j
— Hardi Singh (@HardiSpeaks) July 3, 2024
આસામમાં 46 લોકોના મોત થયા છે...
આસામ (Assam)માં 46 અને મણિપુરમાં બે સહિત બંને રાજ્યોમાં પૂર સંબંધિત કુલ 48 મૃત્યુ થયા છે. બુધવારે આસામ (Assam)માં પૂરના પાણીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા હતા, જ્યારે મણિપુરમાં બે લોકો ડૂબી ગયા હતા. આસામ (Assam)માં એકંદરે પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે કારણ કે પૂરના બીજા રાઉન્ડમાં 29 જિલ્લાઓમાં 16.25 લાખથી વધુ લોકોને અસર થઇ હતી.. દરમિયાન, મણિપુરમાં ભારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 2000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હજારો ઘરોને નુકસાન...
105 મહેસૂલ વિભાગ હેઠળના 2800 ગામો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે અને 39451.51 હેક્ટર પાક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. આસામ (Assam)માં, 3.86 લાખથી વધુ લોકો 24 પૂર પ્રભાવિત જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત 515 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રોમાં આશ્રય લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીએ મણિપુર અને આસામ (Assam) બંનેમાં સેંકડો રસ્તાઓ, ડઝનબંધ પુલો અને હજારો મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. આ અઠવાડિયે બ્રહ્મપુત્રા નદી અને તેની ઉપનદીઓનું જળસ્તર ખતરાના સ્તરને વટાવી ગયું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે.
આ પણ વાંચો : Rajasthan : કિરોડી લાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, CM ભજન લાલને મોકલ્યો પત્ર
આ પણ વાંચો : CBI એ ધનબાદમાંથી મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરી, NEET-UG પેપર લીક મામલે મોટી સફળતા…
આ પણ વાંચો : Jodhpur માં ટ્રિપલ મર્ડર, મહિલાની કુહાડીના ઘા મારી હત્યા, 2 માસૂમને પાણીમાં ડૂબાડી દીધા…