ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

50 વર્ષ બાદ ઉત્તર બિહારની 'કોસી' નદીમાં પૂરનું સંકટ, 13 જિલ્લામાં એલર્ટ જાહેર

બિહારમાં ગંગા અને કોસી નદીમાં ફરી પુરનું સંકટ સીમાંચલ વિસ્તાર પણ ડૂબી જવાની આશંકા 13 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર Bihar flood:બિહારમાં ગંગા અને કોસી નદીમાં ફરી એકવાર પૂર આવ્યું છે, જેના કારણે રાજ્યમાં ભારે જાનહાનીની સંભાવના જોવા મળી રહી...
10:25 PM Sep 28, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage

Bihar flood:બિહારમાં ગંગા અને કોસી નદીમાં ફરી એકવાર પૂર આવ્યું છે, જેના કારણે રાજ્યમાં ભારે જાનહાનીની સંભાવના જોવા મળી રહી છે. એક તરફ ગંગામાં જળની સપાટી વધવાથી 13 જિલ્લામાં ભારે મુસિબત આવી છે, તો બીજી બાજુ કોસી નદીમાં પણ એકાએક જળસ્તર વધવાથી ઉત્તર બિહાર અને સીમાંચલ વિસ્તાર પણ ડૂબી જવાની આશંકા છે.

'50 વર્ષમાં નથી જોયું આટલું પાણી '

રિપોર્ટ પ્રમાણે 50 વર્ષ બાદ કોસી નદીમાં એટલું પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓ ડૂબી શકે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે લગભગ 55 વર્ષ પછી તેઓએ કોસી નદીમાં આટલું પાણી જોયું છે.

લોકોને 2008 જેવા પૂરની આશંકા

વર્ષ 2008માં જ્યારે કુસાહા ડેમ તૂટ્યો ત્યારે બે-ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તો આ વખતે નેપાળમાં સતત વરસાદના કારણે કોસી બેરેજમાંથી 5.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે.

હાઈ એલર્ટ પર છે બિહારના અધિકારીઓ

રાજ્યના જળ સંસાધન વિભાગના જણાવ્યા પ્રમાણે, કોસી નદી પરના બીરપુર બેરેજમાંથી બપોર સુધીમાં કુલ 5.7 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે હાલના સમયમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, ચેકડેમોની સલામતી માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે વાલ્મીકીનગર બેરેજમાંથી બપોર સુધીમાં 4.20 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ બાદ રાજ્યભરની અનેક નદીઓના જળની સપાટી સતત વધી રહી છે. નેપાળના ઘણા વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓના તેની સપાટીથી ઉપર ચાલી રહ્યા છે, જે હાલમાં ખૂબ જ જોખમી છે.

અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા

આ બે બેરેજમાંથી મોટી માત્રામાં પાણી છોડતા નદીનું વધારાનું પાણી પશ્ચિમ ચંપારણના જોગાપટ્ટી, નૌતન, ગૌનાહા, બગાહા-1, બગાહા-2, રામનગર, મજૌલિયા અને નરકટિયાગંજ બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યું હતું અને ઘણા પૂર્વ ચંપારણના વિસ્તારોમાં કર્યું છે. બિહારના ઘણા જિલ્લાઓમાં પહેલેથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કે IMD એ ભારે વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ પૂરની શક્યતા હતી.

Tags :
Bihar FloodKosi riverKosi river above danger marknitish kumarnorth biharsupaul flood