Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G20 Summit India : પહેલું સેશન One Earth પૂર્ણ, PM MODI એ આપી જાણકારી

દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G-20 સમિટ (G-20 Summit )નું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે. આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આફ્રિકન યુનિયનને નવો સભ્ય બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પછી G-20...
g20 summit india   પહેલું સેશન one earth પૂર્ણ  pm modi એ આપી જાણકારી
દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G-20 સમિટ (G-20 Summit )નું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે. આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આફ્રિકન યુનિયનને નવો સભ્ય બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પછી G-20 હવે G-21 કહેવાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર જણાવ્યું હતું મે મારા ભાષણમાં માનવ-કેન્દ્રિત વિકાસને આગળ ધપાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો, જેના પર ભારતીય સંસ્કૃતિએ હંમેશા ભાર મૂક્યો છે.
શું કહ્યું વડાપ્રધાને 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “એક પૃથ્વીની ભાવનાથી ભારતે LiFE મિશન, બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ પર ભાર, ગ્રીન ગ્રીડ પહેલ – વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ, યુઝ્ડ સોલાર એનર્જી, કુદરતી ખેતી જેવી પહેલ પર કામ કર્યું છે અને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ."
યુદ્ધે વિશ્વાસની ખોટને વધુ ઊંડી બનાવી
આ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “યુદ્ધે વિશ્વાસની ખોટને વધુ ઊંડી બનાવી છે. ચાલો આપણે સાથે મળીને વૈશ્વિક વિશ્વાસની ખોટને વિશ્વાસ અને ભરોસામાં પરિવર્તિત કરીએ. આ સમય દરેક માટે સાથે મળીને આગળ વધવાનો છે.” તેમણે તમામ દેશોને 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ'નો મંત્ર આપ્યો અને કહ્યું કે આ આપણા બધા માટે માર્ગદર્શક બની શકે છે.

Advertisement

G20 સાથે કરોડો લોકો જોડાયેલા
PM મોદીએ કહ્યું, “ભારતનું G20 પ્રમુખપદ દેશની અંદર અને બહાર સર્વસમાવેશકતાનું પ્રતીક બની ગયું છે. તેમણે કહ્યું કે G20 સાથે કરોડો લોકો જોડાયેલા છે અને ભારતમાં  લોકોનું પણ G20 બની ગયું છે. 60 શહેરોમાં 200 થી વધુ બેઠકો યોજવામાં આવી હતી."
Tags :
Advertisement

.