Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલા સેલ્ફી અને ઓટોગ્રાફ, હવે અમેરિકાના સાંસદોના Twitter પર છવાયા PM Modi

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયે ભાગ લીધો હતો. પીએમ મોદીના આ સંબોધન દરમિયાન જોરદાર તાળીઓનો ગડગડાટ થયો હતો. આ સાથે જ અમેરિકી સાંસદોએ પીએમ મોદી (PM Narendra...
પહેલા સેલ્ફી અને ઓટોગ્રાફ  હવે અમેરિકાના સાંસદોના twitter પર છવાયા pm modi

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયે ભાગ લીધો હતો. પીએમ મોદીના આ સંબોધન દરમિયાન જોરદાર તાળીઓનો ગડગડાટ થયો હતો. આ સાથે જ અમેરિકી સાંસદોએ પીએમ મોદી (PM Narendra Modi) સાથે સેલ્ફી લીધી અને ઓટોગ્રાફ માટે પણ લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. અંદાજીત એક કલાકના સંબોધનમાં સાંસદોએ 12 વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. PM મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેક્કાર્થીની સંયુક્ત સત્ર સંબોધન બુક પર હસ્તાક્ષર પણ કર્યા હતા.

Advertisement

વડાપ્રધાન મોદી અમેરિકન સાંસદોના ટ્વીટર પર છવાયા
અમેરિકાના ઘણા સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી અને સાથે જ ઓટોગ્રાફ પણ લીધો હતો. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી અમેરિકન સાંસદોના ટ્વીટર પર છવાયા જોવા મળ્યા હતા. સ્પીકર કેવિન મેક્કાર્થીએ ટ્વીટ કર્યું કે, વડાપ્રધાનનું સ્વાગત કરવું એ સૌભાગ્યની વાત હતી. હું આપણા બે મહાન રાષ્ટ્રો વચ્ચે આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધોમાં વૃદ્ધિની આશા રાખું છું.

Advertisement

કેલિફોર્નિયા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ જીમી પેનેટએ કહ્યુ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. આપણે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને માનવતાવાદી બંધનોને મજબૂત કરવા માટે કાર્ય ચાલુ રાખીશું.

Advertisement

ડલ્લાસ-ફોર્ટ વર્થના પ્રતિનિધિ માર્ક વેસીએ ટ્વીટ કર્યું કે, આજે, આપણા રાષ્ટ્રો વચ્ચે વધતી ભાગીદારીની સમજને વધુ ગાઢ બનાવવાના પ્રયાસમાં કોંગ્રેસના સંયુક્ત સત્ર દરમિયાન પીએમ મોદી માટે સમુદાયના સભ્યો સાથે જોડાઈને મને ગર્વ થયો.

NE-02 ના પ્રતિનિધિ ડોન બેકોને કહ્યુ કે, આજે અમે સ્વાગત કરીએ છીએ. વિશ્વના બે સૌથી મોટા અને સૌથી જૂના લોકશાહી દેશો વચ્ચેની ઐતિહાસિક મુલાકાત માટે. ભારત સાથેની અમારી મિત્રતા મજબૂત છે.

ન્યુયોર્કના ભૂતપૂર્વ રાજ્ય વિધાનસભા સભ્ય નિકોલ માલિયોટાકિસે ટ્વીટ કર્યું કે, #NY11 એ વાયબ્રન્ટ ભારતીય-અમેરિકન સમુદાયનું ઘર છે. પીએમનું સ્વાગત કરીને આનંદ થયો. હું આપણા દેશના વ્યૂહાત્મક સંબંધોને, ખાસ કરીને ટેક, ડિફેન્સ અને ફાઇનાન્સ ક્ષેત્રોમાં વિકાસ જોવા માટે આતુર છું.

રોડ આઇલેન્ડના સેકન્ડ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ શેઠ મેગેઝીનરે કહ્યુ કે, યુએસ-ભારત સંબંધો મહત્વપૂર્ણ છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી તરીકે, આપણે લોકતાંત્રિક મૂલ્યોને આગળ વધારવા અને આપણી સહિયારી સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરવું જોઈએ.

યુએસ સેનેટ રિપબ્લિકન નેતા મિચ મેકકોનેલે કહ્યુ કે, આપણા બંને દેશોના સંબંધોમાં પરિણામની ક્ષણ છે. અમે સામાન્ય પડકારોનો સામનો કરીએ છીએ અને ઈન્ડો-પેસિફિકને મુક્ત અને ખુલ્લા રાખવાની પ્રતિબદ્ધતા શેર કરીએ છીએ.

રાજકીય ક્ષેત્રની સાથે અમેરિકાના ઘણા પદાધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ પણ ટ્વીટર પર વડાપ્રધાન મોદીની પ્રસંશા કરી હતી.

આપણ  વાંચો -PM MODI અમેરિકાથી EGYPT જવા રવાના, પ્રથમ વિશ્વયુદ્ધના ભારતીય શહિદોને આપશે શ્રદ્ધાંજલિ

Advertisement

.