ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nainital Forest Fire: નૈનીતાલના જંગલોમાં 36 કલાકથી સતત ભભૂકી રહી છે આગ, જાણો કેટલું નુકસાન થયું?

Nainital Forests Fire: કુદરતી સંસાધનોને અત્યારે ભારે નુકસાન થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આજે જમીન ધસવાના સમાચારે સામે આવ્યા ત્યા અત્યારે ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં આગ ભભૂકી રહીં છે. છેલ્લા 36 કલાકથી લગાતાર સળગી રહેલા જંગલની આગને કાબુમાં લેવામાં માટે પ્રશાસન સતત...
11:42 AM Apr 27, 2024 IST | VIMAL PRAJAPATI
Nainital Forest Fire

Nainital Forests Fire: કુદરતી સંસાધનોને અત્યારે ભારે નુકસાન થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આજે જમીન ધસવાના સમાચારે સામે આવ્યા ત્યા અત્યારે ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં આગ ભભૂકી રહીં છે. છેલ્લા 36 કલાકથી લગાતાર સળગી રહેલા જંગલની આગને કાબુમાં લેવામાં માટે પ્રશાસન સતત પ્રયત્નો કરી રહ્યું છે. નોંધનીય છે કે, આગને કાબુમાં લેવા માટે અત્યારે ભારતીય વાયું સેના પર કામગીરી કરી રહી છે. શનિવારે વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા ભીમલાત સરોવરમાંથી પાણી ભરીને જંગલની આગનો બુઝાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

એરફોર્સ દ્વારા આગને કાબુમાં લેવાનું કાર્ય હાથ ધર્યું

ઉત્તરાખંડના નૈનીતાલમાં આગ આગના કારણે ભારે હડકંપ મચેલો જોવામાં મળ્યો છે. વનસંપત્તિનો સતત નાશ થઈ રહ્યો છે. આ સમસ્યાનો સામનો કરવા માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે લાંબી બેઠક થઈ. આ પછી હવામાંથી આગને કાબૂમાં લેવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વાયુ સેનાનું MI-17 હેલિકોપ્ટર નૈનીતાલમાં કાર્યરત

મળતી જાણકારી પ્રમાણે શુક્રવારે સાંજે વાયુ સેનાનું MI-17 હેલિકોપ્ટર નૈનીતાલ પહોંચ્યું હતું. શનિવારે સવારે હવા અને પાણીની વ્યવસ્થા તપાસ્યા બાદ લગભગ 7 વાગે હેલિકોપ્ટર ભીમતાલ તળાવમાંથી પાણીની ડોલ ભરીને મિશન પર રવાના થયું. જેના કારણે નૈનીતાલના લાડિયાકાંટાનાં જંગલોમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વાયુસેના પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી

તમને જણાવી દઈએ કે, નૈનીતાલમાં આવેલા પાઈન્સ, ભૂમિધાર, મુક્તેશ્વર, જુલીકોટ, ભવાલી, નારાયણનગર, રામગઢ વગેરેના જંગલો આ દિવસોમાં ખરાબ રીતે સળગી રહ્યા છે. આ વર્ષે નહિવત વરસાદને કારણે ઘણી જગ્યાએ સૂકા જંગલો બળી રહ્યા છે. જેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગ અને વન વિભાગે પુરજોશમાં કામે લગાડી દીધી છે. નોંધનીય છે કે, અત્યારે વાયુસેના પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: Chattisgarh: છત્તીસગઠના 2 મતદાન મથક પર માત્ર 14 વોટ! જાણો કેમ લોકો મતદાન કરવા ના ગયા?

આ પણ વાંચો: Jammu and Kashmir: ઘરો અને રસ્તાઓમાં અચાનક પડવા લાગી તિરાડો, જાણો શું છે કારણ?

આ પણ વાંચો: Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ફાટી; કુકી ઉગ્રવાદીઓએ CRPF પર કર્યો હુમલો, બે જવાન શહીદ

Tags :
forest fireNainital FireNainital Forest FireNainital Forest Fire NewsNainital Newsnational newsNational News UpdateUPloudspeakerUttarakhandreligiousplacesUttarakhandUttarakhand newsVimal Prajapati
Next Article