Delhi Metro માં લાગી આગ! રાજીવ ચોક સ્ટેશન પર જોવા મળી જ્વાળાઓ, Video
દેશમાં ગરમીના કહેરને કારણે મોટી સંખ્યામાં આગ લાગવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી મેટ્રો (Delhi Metro)માં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી મેટ્રો (Delhi Metro)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જ્વાળાઓ દેખાઈ રહી છે. વીડિયો રાજીવ ચોક મેટ્રો સ્ટેશનનો છે. વીડિયોમાં મેટ્રો સ્ટેશનની ડિજિટલ ઘડિયાળમાં જોવામાં આવેલો સમય 6.23 મિનિટનો છે. સમગ્ર ઘટનાની વાસ્તવિકતા દિલ્હી મેટ્રો (Delhi Metro) દ્વારા જણાવવામાં આવી છે.
દિલ્હી મેટ્રો (Delhi Metro) રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. DMRC ના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનુજ દયાલે કહ્યું કે વાયરલ થયેલા વીડિયોમાં ટ્રેનની છતમાંથી આગ નીકળતી જોવા મળી રહી છે. આ ઘટના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર બની હતી. ટ્રેન વૈશાલી તરફ જઈ રહી હતી અને સાંજે 6.21 વાગ્યે ટ્રેનની ઉપરથી જ્વાળાઓ નીકળવા લાગી. આ ઘટનાને પેન્ટોગ્રાફ ફ્લેશિંગ કહેવામાં આવે છે. ઈલેક્ટ્રીક એન્જીન પર લગાવેલ ડીવાઈસને પેન્ટોગ્રાફ કહેવામાં આવે છે, જેનું કામ એન્જીનમાં વીજળી પહોંચાડવાનું છે.
#WATCH | In reference to a viral video in which a minor fire is seen emanating from the roof of a train, this is to clarify that the incident pertains the to a train at Rajiv Chowk station heading towards Vaishali around 6:21 pm today: DMRC
The extant incident was the case of… pic.twitter.com/i8To6qXgha
— ANI (@ANI) May 27, 2024
પેન્ટોગ્રાફ ફ્લેશિંગ મુસાફરો માટે જોખમી નથી...
આ ત્યારે થાય છે જ્યારે કોઈપણ વિદેશી વસ્તુ OHE (ટ્રેક પર સ્થાપિત થયેલ ઈલેક્ટ્રીકલ વાયર) અને પેન્ટોગ્રાફ (વાયરમાંથી એન્જીન સુધી વિજળી પ્રસારિત કરતું ઉપકરણ) વચ્ચે અટવાઈ જાય છે. જો કે, આનાથી મુસાફરોને કોઈ પ્રકારનો ખતરો નથી. ઘટનાનું મૂળ કારણ શું હતું તે પણ જણાવ્યું હતું. (વિદેશી વસ્તુ શું હતી અને તે ત્યાં કેવી રીતે ફસાઈ ગઈ) તેની તપાસ કરવામાં આવશે.
ટ્રેન 5 મિનિટ પછી રવાના થઈ...
જે પેન્ટોગ્રાફમાં આગ લાગી હતી તેને તરત જ અલગ કરી દેવામાં આવી હતી અને 5 મિનિટના વિલંબ બાદ ટ્રેન અન્ય પેન્ટોગ્રાફ સાથે વૈશાલી જવા રવાના થઈ હતી. ટ્રેનમાં હાજર અન્ય પેન્ટોગ્રાફ તેના ઓપરેશન માટે પૂરતા હતા. આ કેસમાં કોઈને કોઈ નુકસાન થયું નથી.
આ પણ વાંચો : કબુતરબાજી કેસમાં ફેમસ YouTuber બોબી કટારીયાની ધરપકડ, ગુરુગ્રામ પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો : ‘તાજ હોટલ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી’, Mumbai Police આવ્યો ધમકીભર્યો કોલ…
આ પણ વાંચો : IMD એ આપ્યા સારા સમાચાર, ભારે વરસાદ માટે તૈયાર રહો, જાણો ક્યારે મળશે હીટવેવથી રાહત?