Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

YouTube પર FIR...! જાણો શું છે સમગ્ર મામલો

સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) ના ઈન્ડિયા યુનિટના અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. YouTube ના પ્રતિનિધિ વિરુદ્ધ ગંભીર ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આખરે એવું શું થયું કે મુંબઈમાં YouYube વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી,...
11:53 PM Jan 11, 2024 IST | Hardik Shah

સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) ના ઈન્ડિયા યુનિટના અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. YouTube ના પ્રતિનિધિ વિરુદ્ધ ગંભીર ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આખરે એવું શું થયું કે મુંબઈમાં YouYube વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી, ચાલો જાણીએ વિગતવાર...

YouTube પર આપત્તિજનક વીડિયો અને FIR...

YouTube તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટને સ્વચ્છ રાખવા માટે સમય સમય પર પોતાની કમ્યુનિટી ગાઈડલાઈનને અપડેટ કરતું રહે છે. પરંતુ હજુ પણ ઘણી વખત YouTube વાંધાજનક કન્ટેન્ટને ફિલ્ટર કરવામાં સક્ષમ નથી અને આવા કન્ટેન્ટને કારણે યુટ્યુબના ઈન્ડિયા યુનિટને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસ (Child pornography case) માં યુટ્યુબ ચેનલ (YouTube Channel) અને યુટ્યુબ (YouTube) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ મહારાષ્ટ્ર સાયબર સેલને જાણ કરી હતી કે યુટ્યુબ ચેનલ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child pornography) જેવા કન્ટેન્ટ અપલોડ કરવામાં આવી છે. તે ચેનલ પર ચાર વર્ષની સગીર બાળકી સાથેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જે અશ્લીલ હતો. આ પછી મહારાષ્ટ્ર સાયબર સેલમાં યુટ્યુબ અને યુટ્યુબ ચેનલ સામે IPCની કલમ 509, POCSOની કલમ 15, 19 અને ITની કલમ 67 B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

YouTube પર માતા અને પુત્ર વચ્ચે અશ્લીલ હરકતો

કહેવાય છે કે YouTube પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં માતા અને પુત્ર વચ્ચે કિસ જેવી અશ્લીલ હરકતો જોવા મળી રહી છે. આયોગે આ અંગે પગલાં લીધાં છે. ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશને કહ્યું કે કેટલીક યુટ્યુબ ચેનલો માતા અને પુત્રોને સંડોવતા સંભવિત અશ્લીલ કન્ટેન્ટનું પ્રસારણ કરી રહી છે. આયોગે કહ્યું કે, આનાથી બાળકોની સુખાકારી અને સલામતીને સંભવિત નુકસાન અંગે ગંભીર ચિંતા થાય છે. વધુમાં, આ વીડિયોમાં સગીરો સહિત નોંધપાત્ર સંખ્યામાં દર્શકોની હાજરી પણ ચિંતા પેદા કરે છે.

સાયબર ક્રાઈમ પોલીસે FIR નોંધી

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના વડા પ્રિયંક કાનુન્ગો (chief Priyank Kanungo) એ YouTube વિરુદ્ધ લેવામાં આવેલી આ કાર્યવાહી વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે ANI ને કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી અમને એવા ઈનપુટ મળી રહ્યા હતા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ YouTube પર બાળ યૌન શોષણના કન્ટેન્ટ છે. આ પછી અમે કમિશનની આંતરિક તપાસ કરી. અમારી ટીમે જણાવ્યું કે યુટ્યુબ પર આવા કેટલાક વીડિયોના ચેલેન્જ બનાવવામાં આવી રહ્યા છે, જેના હેઠળ માતા અને પુત્ર વચ્ચેના જાતીય સંબંધોના વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. જેમ કે, માતા-પુત્ર લિપલોક ચેલેન્જ, લેપ સીટીંગ ચેલેન્જ, હગ ચેલેન્જ વગેરે કરવામાં આવ્યા છે. આ ખૂબ જ ખતરનાક છે. જેમાં ટીનેજ યુવાનોનું યૌન શોષણ થઈ રહ્યું છે.

મહારાષ્ટ્રના ગૃહ વિભાગ અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આમાં ગંભીરતા દાખવી હતી. મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે FIR નોંધી છે. જેમાં યુટ્યુબ ઈન્ડિયાના પ્રતિનિધિને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમની સામે POCSO ની કલમ 15 અને 19, IPCની 509 અને IT એક્ટની કલમ 67D હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો - WhatsApp Scams : જો તમને પણ આવે છે આ મેસેજ તો થઇ જાઓ સાવધાન

આ પણ વાંચો - Flipkart Republic Day Sale : આ વસ્તુઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
case against YouTube officialsGovt Affairs Policy headMaharashtramother son kiss videoMother son videoNational Commission for Protection of Child RightsNCPCRNCPCR summoned YouTubeNotice to YouTubeobscene contentSocial Media NewsyoutubeYouTube IndiaYouTube violates POCSO act
Next Article